Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli Letter Kand : સંસદમાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો, નાથાલાલ સુખડિયા-નારણ કાછડિયા સામસામે!

અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નવા ઘટસ્ફોટથી રાજકારણ ગરમાયું છે. મામલાની ગૂંજ હવે સંસદમાં પણ સંભળાણી છે.
amreli letter kand   સંસદમાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો  નાથાલાલ સુખડિયા નારણ કાછડિયા સામસામે
Advertisement
  1. અમરેલીમાં પાટીદાર દીકરીનાં સરઘસની સંસદમાં ગૂંજ (Amreli Letter Kand)
  2. રાજ્યસભામાં કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો
  3. નાથાલાલ સુખડિયાએ નારણ કાછડિયા પર કર્યા આક્ષેપ
  4. સિનિયર નેતા નારણ કાછડિયાનો પણ નાર્કો ટેસ્ટનો ખુલ્લો પડકાર!

અમરેલી લેટરકાંડમાં (Amreli Letter Kand) પાટીદાર દીકરીનાં સરઘસનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો હતો. કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવી અનેક સવાલ કર્યા હતા અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. બીજી તરફ લેટરકાંડમાં સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા પણ મેદાને આવ્યા છે. નાથાલાલ સુખડિયાએ વરિષ્ઠ નેતા નારણ કાછડિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે. જ્યારે, સિનિયર નેતા કાછડિયાએ પણ નાર્કો ટેસ્ટનો ખુલ્લો પડકાર આપ્યો છે.

કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો

અમરેલી લેટરકાંડમાં (Amreli Letter Kand) એક બાદ એક નવા ઘટસ્ફોટથી રાજકારણ ગરમાયું છે. આ મામલાની ગૂંજ હવે સંસદમાં પણ સંભળાણી છે. કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહે (Shaktisinh Gohil) રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવી અનેક સવાલ કર્યા. તેમણે આરોપ સાથે કહ્યું કે, પાટીદાર દીકરીનું સરઘસ કઢાયું, પટ્ટાથી માર મરાયો. બે આખલાની લડાઈમાં નિર્દોષ ઝાડનો ખુડદો બોલ્યો. શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કરતા આગળ કહ્યું કે, BJP ના બે જૂથની લડાઈનો ભોગ પાટીદાર દીકરી બની. BJP ના એક નેતા નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર થઈ ગયા. ભાજપના આ મોટા નેતા સાંસદ પણ રહી ચુક્યા છે. આમ, શક્તિસિંહ ગોહિલે નામ લીધા વિના નારણ કાછડિયા પર નિશાન સાધ્યું હોવાની ચર્ચીઓ શરૂ થઈ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Rajkot : ગોંડલનાં વેરી તળાવમાં અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, જાણો હત્યા પાછળની હકીકત!

સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા પણ મેદાને

બીજી તરફ અમરેલી લેટરકાંડમાં સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા (Nathalal Sukhadiya) પણ મેદાને આવ્યા છે. નાથાલાલ સુખડિયાએ નારણ કાછડિયા પર આકરા પ્રહાર કરી ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, લેટરકાંડનો સર્જનાર જ સાંસદ નારણ કાછડિયા છે. ભાજપ આવા કાવતરાબાજ નેતાઓને પક્ષમાંથી કાઢી, જેલભેગા કરે. ધારાસભ્યને પ્રજા સમક્ષ બદનામ કરનારા સામે પગલાં લેવા જોઇએ. નાથાલાલ સુખડિયાએ આગળ કહ્યું કે, નિર્લિપ્ત રાયની (IPS Nirlipt Rai) તપાસનાં રિપોર્ટમાં બધુ સત્ય બહાર આવી જશે. જણાવી દઈએ કે, નારણ કાછડિયા અને નાથાલાલ સુખડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો -ડિપોર્ટ થયેલ ગુજરાતીઓને લઈ નીતિન પટેલનું નિવેદન, કહ્યું, તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ

નારણ કાછડિયાએ પણ ફેંક્યો નાર્કો ટેસ્ટનો ખુલ્લો પડકાર

અમરેલી લેટરકાંડમાં એક બાદ એક આરોપ થતાં નારણ કાછડિયાની (Naranbhai Kachhadiya) પણ પ્રતિક્રિયા સામે આવી છે. સિનિયર નેતા નારણ કાછડિયાએ નાર્કો ટેસ્ટનો (Narco Test) ખુલ્લો પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, પોલીસે કોના કહેવાથી અમારા નામ કબૂલવા મારકૂટ કરી ? કછાડિયાએ કહ્યું કે, કોલ ડીટેલ કઢાવી નાર્કો ટેસ્ટ કરાવો. આ સાથે તેમણે ફરિયાદી અને આરોપીઓ બંનેની તપાસ કરાવવાની રજૂઆત પણ કરી છે. દિલીપ સંઘાણીની (Dileepbhai Sanghani) વાત સાથે નારણ કાછડયાએ સહમતી દર્શાવી હતી અને આ કેસમાં મનીષ વઘાસિયાની કબૂલાત બાદ કાછડિયાએ નાર્કો ટેસ્ટનો પડકાર ફેંક્યો છે. પત્ર કોણે લખાવ્યો ? તે શોધવા માટે ખુલ્લો પડકાર આપ્યો છે.

આ પણ વાંચો - Rajkot : કોંગ્રેસ નેતા લલિત વસોયાના BJP પર ગંભીર આરોપ, કહ્યું- 10 લાખ આપીને..!

Tags :
Advertisement

Trending News

.

×