Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli: ‘ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી’ કથિત દુષ્કર્મને લઈને જેની ઠુમ્મરનો મોટો આરોપ

લાઠી રોડ પરના કોમ્પલેક્ષમાં દુષ્કર્મ થયુંઃ જેની ઠુમ્મર દિલીપ સંઘાણીએ પણ તપાસની માગ કરીઃ જેની ઠુમ્મર ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણીઃ જેની ઠુમ્મર Amreli: અમરેલીમાં થયેલા કથિત દુષ્કર્મ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત...
amreli  ‘ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી’ કથિત દુષ્કર્મને લઈને જેની ઠુમ્મરનો મોટો આરોપ
  1. લાઠી રોડ પરના કોમ્પલેક્ષમાં દુષ્કર્મ થયુંઃ જેની ઠુમ્મર
  2. દિલીપ સંઘાણીએ પણ તપાસની માગ કરીઃ જેની ઠુમ્મર
  3. ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણીઃ જેની ઠુમ્મર

Amreli: અમરેલીમાં થયેલા કથિત દુષ્કર્મ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલીના કથિત દુષ્કર્મને લઈને કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે યોજી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિગતે વાત કરવામાં આવે તો, પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરએ આ મામલે મોટો આરોપ લગાવ્યો છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે કહ્યું કે, લાઠી રોડ પરના કોમ્પલેક્ષમાં દુષ્કર્મ થયું હતું.

Advertisement

આ પણ વાંચો: Surat: માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, આરોપી શિવશંકર ચૌરસિયાનું મોત

ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણીઃ જેની ઠુમ્મર

દુષ્કર્મ, ગેંગરેપ અંગે રાજય સરકાર અને ગૃહમંત્રી સામે ઉઠવાયા સવાલો થઈ રહ્યાં છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે કહ્યું કે, અમરેલીના લાઠી રોડ પર આવેલા વિશ્વાસ કોમ્પલેક્ષમાં દુષ્કર્મ અને વેશ્યાવૃત્તિ પ્રવુતિઓ ચાલી રહીં છે. ભાજપના નેતા નગરપાલિકાના સભ્ય અને સહકારી બેંકના કર્મચારીઓ સંડોવાયેલા હોવાની બિનસત્તાવાર માહિતી મળી છે.

Advertisement

આ પણ વાંચો: Ratan Tata ને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે ગુજરાતમાં રાજકીય શોક

Advertisement

દિલીપ સંઘાણીએ પણ તપાસની માગ કરીઃ જેની ઠુમ્મર

નોંધનીય છે કે, 2 દિવસ પહેલા મોડી રાત્રીના વેશ્યાવૃત્તિ જેવી પ્રવુતિઓ થઈ હોવાનું બિનસત્તાવાર જેની ઠુમ્મરે નિવેદન આપ્યું છે. જેની ઠુમ્મરે કહ્યું કે, GJ 14 ak 3798 અને GJ 14 aa 3631 નંબરની ગાડીઓ અંગે પોલીસ તપાસ કરે તેવી માંગણી પણ કરી છે. જેની ઠુમ્મરે એવું પણ કહ્યું છે કે, આ મામલે દિલીપ સંઘાણીએ પણ તપાસ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની કામગીરી પર પણ જેની ઠુમ્મરે સવાલો ઉઠાવ્યા છે. જેની ઠુમ્મરે કહ્યું કે, પોલીસ પણ ગુનેગારોને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં કહ્યું કે, ઘટનાસ્થળે CCTV છે તો કેમ આરોપી પકડાતા નથી?. તેવો અનેક આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: RAJKOT : જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ જન્મેલુ બાળક તરછોડાયું, તપાસ શરૂ

Tags :
Advertisement

.