Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી મુદ્દે દિલીપ સંઘાણીની આકરી પ્રતિક્રિયા!

તેમણે કહ્યું કે, 'ભોજાબાપાનાં માર્ગદર્શન તળે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે, બાકી કોઈનાં કહેવાથી શરૂ કરવામાં આવ્યું નથી.
amreli   જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી મુદ્દે દિલીપ સંઘાણીની આકરી પ્રતિક્રિયા
Advertisement
  1. જલારામબાપા વિશે વિવાદિત ટિપ્પણી મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા (Amreli)
  2. તેમણે ટિપ્પણી કરનારા સાધુને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યાં
  3. "ભોજાબાપાના માર્ગદર્શન તળે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું"
  4. આવા સાધુ ઝેરી જીવજંતુ જેવા છે: દિલીપ સંઘાણી

Amreli : જલારામ બાપા (Jalaram Bapa) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશનો (Gyan Prakash Swami) ભારે વિરોધ થઈ રહ્યો છે. જો કે, સ્વામીએ આજે વીરપુર જઈને જલારામ બાપાનાં મંદિરે માફી માગી હતી. દરમિયાન, સહકારી નેતા દિલીપ સંઘાણીની (Dileep Sanghani) આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'દૂધમાં જીવજંતુ પડી જાય તો આખો દૂધપાક બગાડી દે છે.'

આ પણ વાંચો - Morbi : ભક્તિ હરિ સ્વામીના વાણીવિલાસ બાદ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્યો કેમ છે મૌન ?

Advertisement

Advertisement

એક સાધુ બોલે તો આખા સંપ્રદાયને ભોગવવું પડે છે : દિલીપ સંઘાણી

જલારામબાપા વિશે ટિપ્પણી મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, 'ભોજાબાપાનાં માર્ગદર્શન તળે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે, બાકી કોઈનાં કહેવાથી શરૂ કરવામાં આવ્યું નથી. આટલી સ્પષ્ટતા બધા માટે દીવાદાંડી સ્વરૂપ છે.' તેમણે આગળ કહ્યું કે, 'સ્વામિનારાયણનાં સાધુઓ ભગવા પહેરે એટલે બધાને સરખા સમજે. એમાં પણ એક સાધુ બોલે તો આખા સંપ્રદાયને ભોગવવું પડે છે. દૂધમાં જીવજંતુ પડી જાય તો આખો દૂધપાક બગાડી દે.'

આ પણ વાંચો - Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વિનાની કારમાં વીરપુર પહોંચ્યા, મીડિયાથી ભાગ્યા!

'આવા સાધુ ઝેરી જીવજંતુ જેવા છે'

દિલીપ સંઘાણીએ કહ્યું કે,'સાધુ જે પણ સંપ્રદાયના હોય એમના કપડા ઉતારી લેવા જોઈએ. આવા સાધુ ઝેરી જીવજંતુ જેવા છે. જે સમાજમાં વિખવાદ થાય એને ચલાવી લેવું ન જોઈએ. સ્વામિનારાયણનાં (Swaminarayan sect) ઘણા સાધુઓ વ્યસન મુક્તિ, શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે. પરંતુ, તેને પણ દાગ લાગે આવા કથિતને કારણે.' જણાવી દઈએ કે, જલારામ બાપા (Jalaram Bapa) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને (Gyan Prakash Swami ) આખરે ભાન આવ્યું હતું અને આજે વીરપુરમાં (Virpur) જલારામ બાપાના મંદિરે પહોંચીને માફી માગી હતી.

આ પણ વાંચો - PM Modi in Surat : ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ : PM મોદી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...

featured-img
Top News

Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા

featured-img
Top News

Donald Trump ના નિશાના પર હુથી બળવાખોરો, અમેરિકાએ યમનમાં હવાઈ હુમલો કર્યો... 9 લોકોના મોત

featured-img
Top News

Rashifal 16 માર્ચ 2025: રવિવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ રાશિના લોકોને સંપત્તિમાં અનેકગણો લાભ મળશે

featured-img
ભાવનગર

Bhavnagar : સો. મીડિયા પર રોલો પાડવા યુવકોએ કાર સાથે કર્યા જોખમી સ્ટંટ! Video વાઇરલ

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

×

Live Tv

Trending News

.

×