Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat માં મેઘરાજાની હજી એક તોફાની બેટિંગ, અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી

હસ્ત નક્ષત્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી બંગાળના ઉપસાગરમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાત માટે વરસાદની એક તોફાની બેટિંગની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર...
gujarat માં મેઘરાજાની હજી એક તોફાની બેટિંગ  અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી
  • હસ્ત નક્ષત્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી
  • બંગાળના ઉપસાગરમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાત માટે વરસાદની એક તોફાની બેટિંગની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજી સુધી વરસાદે રાજ્યમાંથી વિદાય લીધી નથી. આગામી સમયમાં મેઘરાજા એકવાર ફરી તોફાની બેટિંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ સર્જાય તેવી ભીતી વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બની રહેલા ચક્રવાતના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સાગર વધારે સક્રિય થશે.

Advertisement

આ પણ વાંચો : ભારતની પહેલી Vande Metro ગુજરાતના આ 2 શહેરો વચ્ચે દોડશે....

ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડશે. આગામી 18 થી 21 માં રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ મહત્તમ છે.

Advertisement

આ પણ વાંચો : Rajkot Gamezone Fire : RMC અને કમિશનરનો HC એ બરોબરનો ઉધડો લીધો! સોગંદનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર

નવરાત્રીમાં વરસાદ પડે તેવી શક્યતા

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે. જૂનાગઢના અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા રહેશે. નવરાત્રી દરમિયાન છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જેના કારણે ખેલૈયાઓના ખેલમાં ખલ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : VADODARA : "આપ જ અમારા સંકટમોચક છો, PM મોદી વડોદરા પધારો", કર્મશીલનો પત્ર

Tags :
Advertisement

.