Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય Gujarat આવશે મુશળધાર વરસાદ, અંબાલાલ પટેલે આપી આગાહી

Gujarat: ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ સંતાકુકડી રમી રહ્યો છે. હાથતાળી આપતા અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત...
અમદાવાદ  ગાંધીનગર સહિત મધ્ય gujarat આવશે મુશળધાર વરસાદ  અંબાલાલ પટેલે આપી આગાહી

Gujarat: ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ સંતાકુકડી રમી રહ્યો છે. હાથતાળી આપતા અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત માં સારા વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે અમદાવાદ વાસીઓ ઘણાં સમયથી સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

Advertisement

24 જુલાઈ સુધી વરસાદનું ભારે જોર રહશે

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચોમાસાની ગતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નબળી જોવા મળી રહી છે. પરંતુ જ્યાં બનાસકાંઠા સાઈડ જે વરસાદ ઓછો છે ત્યાં આજથી 24 જુલાઈ સુધી વરસાદનું ભારે જોર રહશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે વરસાદ થઈ રહ્યો તેના કારણે નર્મદા ડેમની સપાટીમાં સારો વધારો અને નર્મદા નદીમાં નવા નીરની આવક બધું પ્રમાણમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાકમાં સારા એવા વરસાદના આગાહી કરવામાં આવી

નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે દ્વારકા અને પોરબંદરમાં અતિભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદરમાં 40 વર્ષ બાદ પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. નોંધનીય છે કે, ભારે વરસાદના પગલે અત્યારે અનેક સ્થળે પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી હતી. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે મેઘરાજા એટલા મહેરબાન થયા નથી. પરંતુ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હાથતાળી આપતા વરસાદ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં સારો એવો વરસાદ થવાનો છે.

Advertisement

આ પણ વાંચો: Guru Purnima 2024: પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમાનું મહત્વ, સદીઓથી ઉજવાઈ રહ્યો છે આ પર્વ

આ પણ વાંચો: ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું

આ પણ વાંચો: Dahod LCB ની ટીમે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો 19 લાખ નો દારૂ ઝડપ્યો

Tags :
Advertisement

.