ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji : ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન, 200 ગ્રાહક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા

Ambaji: ગુજરાત અને દેશમાં લોકોને છેતરતા તત્વો સામે ગ્રાહક સુરક્ષા સારી કામગીરી કરે છે. ત્યારે આજે 16 મી ઓગસ્ટે ગુજરાતમાં (Gujarat) દેશનાં ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું . ગુજરાતમાં ઇસ્કોન અંબે વેલી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો...
11:43 PM Aug 16, 2024 IST | Vipul Sen

Ambaji: ગુજરાત અને દેશમાં લોકોને છેતરતા તત્વો સામે ગ્રાહક સુરક્ષા સારી કામગીરી કરે છે. ત્યારે આજે 16 મી ઓગસ્ટે ગુજરાતમાં (Gujarat) દેશનાં ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું . ગુજરાતમાં ઇસ્કોન અંબે વેલી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં દેશનાં 20 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 200 સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા 'CCI' એ દેશમાં સૌથી મોટું નેટવર્ક અને ગ્રાહક સંગઠનોનું રાષ્ટ્રીય ફેડરેશન છે.

CCI ની સ્થાપના વર્ષ 2001 માં નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબ (Constitution Club in Delhi) ખાતે ગ્રાહક સંસ્થાઓ વતી કરવામાં આવી હતી. ત્યારથી તે દેશનાં ઉપભોક્તા ચળવળને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. CCI ઉપભોક્તા હિત સંબંધિત વિવિધ મુદ્દાઓ પર દેશનાં વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય પરિષદો, સેમિનાર અને વર્કશોપનું નિયમિત આયોજન કરે છે.

આ પણ વાંચો - Ahmedabad : વિવાદોમાં રહેનારી આ હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ! ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં મળી ભૂલો

'ભારતમાં ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાના પડકારો અને ભાવિ વ્યૂહરચના' ની થીમ

આ કાર્યક્રમમાં આવેલા તમામ પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું. ખાદ્ય પદાર્થ મિલાવટ અને ગ્રાહકોને છેતરતા તત્વો સામે કઈ રીતે લડવું તેની પણ ચર્ચા કરાઈ હતી અને આવા લોકોને વધુ કડક સજા થાય તેવી પણ માગ કરાઈ હતી. અંબાજીમાં (Ambaji) દેશનાં ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું. થીમ 'ભારતમાં ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાના પડકારો અને ભાવિ વ્યૂહરચના' રાખવામાં આવી હતી. આભાર વિધિ અંબાજી દાંતા એકમનાં ગ્રાહક સુરક્ષાનાં વિપુલ ગુર્જર દ્વારા કરાઈ હતી.

આ પણ વાંચો - Rajkot : તો શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ શાંત થશે ? દિલીપ સંઘાણીએ આપ્યા એંધાણ

કાર્યક્રમાં આ લોકો હાજર રહ્યા

આજનાં કાર્યક્રમમાં અરુણ કુમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ, કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા (Consumer Confederation of India) ખાસ હાજર રહ્યા હતા. સાથે જ અનંતશર્મા, ચળવળ, સ્થાપક સીસીઆઇ અને પ્રીતિ પંડ્યા નેશનલ પ્રેસિડેન્ટ, જિલ્લા પુરવઠા અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, રુચિ પટેલ, નિયામક ગ્રાહક સુરક્ષા, જિલ્લા તોલમાપના હર્ષ ઠક્કર, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સના તેજસ પટેલ અને અંબાજી ગ્રાહક સુરક્ષાના વિપુલ ગુર્જર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો - Teachers Transfers : શિક્ષકો માટે મહત્ત્વનાં સમાચાર, વધઘટ-જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર

Tags :
AmbajiCCIConstitution Club in New DelhiConsumer Confederation of IndiaCountry's Consumer AgitatorsGujarat FirstGujarati NewsISKCON Ambe Valley
Next Article