Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMBAJI : રાષ્ટ્રીય બહુજન અધિકારના સભ્યો અંબાજી આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં શરદ પૂર્ણિમા મહોત્સવ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે, ત્યારે હાલમાં પણ માતાજીના ભક્તો માતાજીના દર્શન...
02:59 PM Oct 31, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં શરદ પૂર્ણિમા મહોત્સવ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે, ત્યારે હાલમાં પણ માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે.  આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલન(બૌદ્ધ સંમેલન અને બહુજન એકતા યાત્રા)  યોજાવનાર છે. ત્યારે રાષ્ટ્રીય બહુજન અધિકારના સભ્યો અંબાજી આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એસસી, એસટી, ઓબીસી, એનપી , એનબીટી અને માઈનોરીટીના લાખો લોકો એક સાથે ગાંધીનગર એકઠા થશે.
26 નવેમ્બરના રોજ પોતાના હક અને અધીકાર બચાવવા માટે રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલન ગાંધીનગર ખાતે આવશે અને ત્યાંથી લડાઈ કુચની શરૂઆત કરશે. રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલનની મુખ્ય માંગો સાથે ગાંધીનગર થી શરૂઆત કરશે. 26 નવેમ્બર બંધારણ દિવસ છે અને આ દિવસે આ સંમેલનની શરૂઆત થશે. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ "આજે નહિ તો ક્યારે ભેગા થઈશું".
આ તમામ વર્ગ અને જાતિ અન્યાય અને અધિકાર માટે એક જૂટતા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અંબા થી આંબેડકર સુધી આ યાત્રા આજે અંબાજીથી શરૂ થઈ હતી અને આ સંગઠનના લોકો અંબાજી અને આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. જેનું મહાસંમેલન 26 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે. આજે આ સંગઠનના લોકો અંબાજી ખાતે આવી પહોંચ્યા અને અંબાજી માતાજીના મંદિરે આમંત્રણ આપ્યું હતુ.
આ પ્રસંગે ભાનુભાઈ ચૌહાણ સુરત, અજમલજી ઠાકોર વિસનગર, દિલીપસિંહ ઠાકોર અમદાવાદ, હસમુખ સક્સેના ગાંધીનગર, નવઘણજી ઠાકોર પાટણ, દર્શિલ ભાઈ કંથેરીયા અમદાવાદ, પથુજી ઠાકોર વડનગર, ઉત્તમ વસાવા નારોલી, હાર્દિક બૌદ્ધ જામનગર, સુરેશ સોનવને સુરત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો -- RAJKOT : મધ્યસ્થ જેલમાં એક માસ સુધી “અહિંસાથી એકતા તરફ અભિયાન” યોજાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiGujarat FirstGujarat NewsinviteRashtriya Bahujan Adhikar
Next Article