Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMBAJI : અંબાજી, દાંતા અને મંડાલી હોમગાર્ડ યુનિટની મુલાકાતે આવ્યા જીલ્લા હોમ ગાર્ડ કમાંડર

AMBAJI : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( AMBAJI ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ( AMBAJI ) ગુજરાત રાજ્યનું સૌથી છેવાડાનું ધામ છે.અંબાજી સહિત જીલ્લાના ગામેગામ સુઘી હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા...
11:36 PM Apr 10, 2024 IST | Harsh Bhatt

AMBAJI : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( AMBAJI ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ( AMBAJI ) ગુજરાત રાજ્યનું સૌથી છેવાડાનું ધામ છે.અંબાજી સહિત જીલ્લાના ગામેગામ સુઘી હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યારે ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે બપોરના સમયે નવીન જીલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા દાંતા તાલુકાના દાંતા, મંડાલી અને અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી ખાતે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા.

AMBAJI

દાંતા યુનિટની મુલાકાતે આવેલાં નવીન જીલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા જયારે પહોચ્યાં ત્યારે તમામ ગાર્ડ દ્વારા ફૂલો દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાંતા ખાતે તેમને તમામ હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું સન્માન પણ કરાયુ હતુ. અંબાજી પોલિસ સ્ટેશનના હોલમા જીલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડાનું માતાજીની ચુંદડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. અંબાજી ખાતે પૂર્વ હોમગાર્ડ કમાંડર ભુપેન્દ્રભાઈ જોષીની સારી સેવા બદલ જીલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.

અંબાજી ( AMBAJI ) મંદિરમા વિવિધ સુરક્ષા જવાનો ફરજ બજાવી રહ્યા છે. જેમાં હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે જીલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત કરી હતી. અંબાજી હોમગાર્ડ કમાંડર ભાર્ગવ જોષી સાથે મહેન્દ્રભાઈ, હરેશ ભાઈ અને દિનેશભાઈ સહિત વિવિઘ ગાર્ડ હાજર રહ્યા હતા.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો : BJP Arjun Modhwadia: ભાજપ નેતાનો અનોખો અંદાજ, ઢોલના તાલે ઘોડે સવારી કરી એન્ટ્રી લીધી

Tags :
aarasuri mataji mandirAmbajiAmbaji TampleBanaskanthaCHAITRA NAVRATRIDarshanGujarat PoliceHOME GUARD COMMANDERHOME GUARD UNITvisit
Next Article