Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : બારેમાસ 24 કલાક ભક્તો માટે ખુલ્લુ રહેતુ વિશ્વનુ એક માત્ર "ગબ્બર શક્તિપીઠ"

AMBAJI : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (AMBAJI) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર થી 3 કીમી દૂર માં અંબા નું મૂળ સ્થાનક...
ambaji   બારેમાસ 24 કલાક ભક્તો માટે ખુલ્લુ રહેતુ વિશ્વનુ એક માત્ર  ગબ્બર શક્તિપીઠ

AMBAJI : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (AMBAJI) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર થી 3 કીમી દૂર માં અંબા નું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. ભક્તો નવરાત્રી પર્વમાં દૈવી દર્શને જતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ 52 શક્તિપીઠ મા અનેરૂ મહત્વ ધરાવતું ગબ્બર પર્વત ભક્તો થી બારેમાસ જોવા મળી રહ્યુ છે.નવરાત્રી પર્વમાં અહી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. અહી ચાલતા જવાના 999 પગથીયા છે, જયારે ઉતરવાના 765 પગથીયા છે. આમ ચાલતા જવાના માર્ગ થી ઉતરવાના રસ્તા સુઘી ભકતો આખા ગબ્બર પર્વત ની પ્રદક્ષિણા કરી શકે છે.

Advertisement

દર ચૌદસના દિવસે રાત્રીના 12 વાગે અહીં મહાઆરતી થાય છે

52 શક્તિપીઠમાં સૌથી મોટું મહત્વ ધરાવતું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ શક્તિપીઠ ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, ભક્તો દૂર દૂરથી નવરાત્રી પર્વમાં શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં માં અંબા નું હૃદય પડેલું હોવાથી આ જગ્યા ઉપર હજારો વર્ષોથી અખંડ જ્યોત પ્રજવલિત રહે છે. ભક્તો અહીં રાત્રે કે દિવસે ગમે ત્યારે પગથિયાં ચઢીને મા અંબાની અખંડ જ્યોત ના દર્શન કરવા માટે આવે છે.ગબ્બર રોપવે બંદ થયા બાદ પણ ભક્તો રાત્રિના સમયે ચાલતા માં ની આરાધના કરવા, ભક્તિ કરવા ગબ્બર પર્વત ઉપર આવે છે. દર ચૌદસના દિવસે રાત્રીના 12 વાગે અહીં મહાઆરતી થાય છે, જેમાં દેશભરમાંથી આવેલાં ભક્તો જોડાય છે. સમગ્ર વિશ્વમાં આ ગબ્બર શક્તિપીઠ નું મંદિર જ છે એવું મંદિર છે, જે ભક્તો માટે 24 કલાક અને બારેમાસ ખુલ્લુ રહે છે. ભાદરવી મહા મેળામાં ભક્તો ગબ્બર ખાતે 24 કલાક સળંગ સાત દિવસ સુધી માતાજીના અખંડ જ્યોત ના દર્શન કરવા આવ્યા હતા અને હાલમાં નવરાત્રી પર્વમાં પણ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. ગબ્બર શકિતપીઠ નો દર્શન સમય નથી, એટલે જ આ મંદીર 24 કલાક ખુલ્લુ રહે છે.

Advertisement

રશિયાથી પણ વિદેશી ભકતો માતાજીનાં દર્શન કરવા આવ્યા

ગબ્બર શક્તિપીઠના ગિરીશ મહારાજે જણાવ્યું કે, તેમને ગબ્બર શક્તિપીઠ વિષે જણાવ્યું હતું કે આ શક્તિપીઠ 52 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે. અહીં માં અંબા નુ હૃદય પડેલ હોવાથી ભક્તો અખંડ જ્યોતના દર્શન કરવા માટે આવે છે.ચૌદશની રાત્રિના સમયે ર 12:00 કલાકે અહીં મહા આરતી થાય છે. આજે રશિયાથી પણ વિદેશી ભકતો માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા.

Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો -- VADODARA : દશેરા પર રાવણ દહનને લઇને તૈયારીઓ અંતિમ તબક્કામાં

Tags :
Advertisement

.