Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CTM ખાતે આવેલ Rajni Hospital સામે બેદરકારીનો આક્ષેપ

CTM ખાતે આવેલી રજની સ્ત્રી રોગની હોસ્પિટલ (Rajni Hospital) સામે બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. જેમાં રજની સ્ત્રી રોગની હોસ્પિટલની (Rajni Hospital) બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના શનિવારના રોજ બની...
ctm ખાતે આવેલ rajni hospital સામે બેદરકારીનો આક્ષેપ

CTM ખાતે આવેલી રજની સ્ત્રી રોગની હોસ્પિટલ (Rajni Hospital) સામે બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. જેમાં રજની સ્ત્રી રોગની હોસ્પિટલની (Rajni Hospital) બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના શનિવારના રોજ બની હતી જ્યારે ગર્ભવતી મહિલાને રજની સ્ત્રી રોગની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

Advertisement

રજની સ્ત્રી રોગની હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો

ગર્ભવતી મહિલાનું મોત થતાં પરિવારજનો દ્વારા રજની સ્ત્રી રોગની હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ડોક્ટર દ્વારા મૃત સંતાનનો પેટમાંથી નિકાલ કરવા માટે લાપરવાહી રાખવામાં આવી હતી. અને આ લાપરવાહીના કારણે જ મહિલાનું મોત નીપજ્યું હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

બ્લડિંગ વધુ થઈ જવાના કારણે મહિલાનું મોત થયું

અહીં આ સમગ્ર ઘટનામાં ગર્ભવતી મહિલાના પરિવારજનો દ્વારા સિઝેરિયાન ડિલિવરી કરવાનું કહેવા છતાં પણ ડોક્ટર દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવામાં વધુ સમય કાઢી નાખવામાં આવ્યો હતો. અને આમ કરવાથી ગર્ભવતી મહિલાનું બ્લડિંગ વધુ થઈ જવાના કારણે મહિલાનું મોત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Advertisement

પરિવારજનો દ્વારા ડોક્ટર વિરુદ્ધ કાયદાકીય લડાઈ

મૃત મહિલાના પરિવારજનો દ્વારા ડોક્ટર વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રજની હોસ્પિટલ(Rajni Hospital)ની મુલાકાત લેવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટના અંગે તબીબનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

તબીબ જયપ્રકાશ શાહ મીડિયાથી ભાગતા જોવા મળ્યા

ગુજરાત ફર્સ્ટની ટીમ રજની હોસ્પિટલ પહોંચતા તબીબ જયપ્રકાશ શાહ મીડિયાથી ભાગતા જોવા મળ્યા હતા. અને સ્ટાફ પાસે પણ મીડિયાને કશું ના જણાવવા માટે કહેવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Morbi: મહાનગરનો દરજ્જો તો મળશે પરતું પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેનું શું?

Tags :
Advertisement

.