અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ
- શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે
- આણંદના RTOના મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ
- ફરજ પર હાજર રહ્યા વગર 15.06 લાખ જેટલો પગાર લીધાનો આક્ષેપ
- મોટર વાહન નિરીક્ષક રૂત્વિજા દાણીએ પગાર લીધો હોવાનો આક્ષેપ
થોડા સમય પહેલા રાજ્યામાંથી રાજકોટ, સુરત અને વડોદરાના શિક્ષકો ઘરે બેઠા પગાર લેતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.હવે શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતીના અનુસાર, આણંદના RTOના મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ છે. જે રીતે વિગત સામે આવી રહી છે તેના અનુસાર, આ અધિકારીએ કુલ 15.06 લાખ જેટલો પગાર લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સમગ્ર બાબત અંગેની ફોડ બીજા કોઇએ નહીં પરંતુ RTO ના જ નિવૃત અધિકારી દ્વારા કરવામાં આવી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
ગેરહાજરી છતાં પગાર લેવાનો મામલો આવ્યો સામે
શિક્ષકો પછી હવે RTO કચેરીમાં અધિકારીઓ દ્વારા ગેરહાજરી છતાં પગાર લેવાનો મામલો બહાર આવ્યો છે. RTOની એક મહિલા અધિકારી પર આરોપ છે કે, તેમણે ફરજ પર હાજર રહ્યા વિના 15.6 લાખ રૂપિયા પગાર મેળવ્યો છે.મોટર વાહન નિરીક્ષક રૂત્વિજા દાણીએ પગાર લીધો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.આ આરોપ નિવૃત મોટર વાહન નિરિક્ષક જી.એમ. પટેલે લગાવ્યો છે.રુત્વિજા દાણી ઉપર રજા મુક્યા વગર પગાર લીધો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, આ અધિકારી હાલ ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓ રોડ એન્ડ સેફ્ટી વિભાગમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
પૂર્વ RTO અધિકારીએ આખા કૌભાંડને ખુલ્લુ પાડ્યું
નિવૃત મોટર વાહન નિરીક્ષક જી.એમ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોટર વાહન નિરિક્ષક ઋત્વિજા દાણીએ 1 ઓગસ્ટ 2019થી 31 માર્ચ 2021 સુધી પગાર લીધો છે, જ્યારે તેમણે નોકરી પર હાજરી નથી આપી. આ રીતે,તેમણે 20 મહિનાથી ઘરે રહીને 15 લાખથી વધુ પગાર મેળવ્યો છે.
જરૂરી પુરાવા છતાં કોઈ કાર્યવાહી ન થવાની ફરિયાદ
ઋત્વિજા દાણી, જે હાલ ગાંધીનગરમાં રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમની સામે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જી.એમ. Patelએ જણાવ્યું છે કે, તેમણે આ મામલે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.વધુમાં RTOના પીએમ ચૌધરી અને નિમીષા પંચાલનો પણ હાથ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : BHARUCH : ઉદ્યોગોના પાપે તળાવમાં કેમિકલ યુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત