Ahmedabad : સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવાનો હોસ્પિટલનો કારસો! 2 દર્દીનાં મોતથી હોબાળો
- Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ
- ફ્રી કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા હતા
- હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓનાં મોત નીપજ્યા
- કડીથી 19 દર્દીઓને લવાયા હતા, સગાઓના ગંભીર આક્ષેપ
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારનાં નામે જાણે લૂંટ મચાવી હોય તેમ લાગે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીનાં લીધે દર્દી મૃત્યુ પામે છે. ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.
આ પણ વાંચો - Vadodara IOCL Refinery Blast : આખી રાતની જહેમત બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી, દુર્ઘટનામાં બેનાં મોત
Ahmedabad : રૂપિયાની લ્હાયમાં Ahmedabadની Khyati Hospitalનો મોટો ખેલ | Gujarat First #Ahmedabad #HospitalScandal #MedicalNegligence #KhyatiHospital #AngioplastyWithoutConsent #Gujaratfirst pic.twitter.com/U4QatZTe3c
— Gujarat First (@GujaratFirst) November 12, 2024
ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજી વધુ સારવાર માટે અમદાવાદ બોલાવ્યા
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્ટિપલમાં 2 દર્દીનાં મોતથી ભારે વિવાદ ઊભો થયો છે. મૃતક દર્દીઓનાં સગાઓએ આરોપ લગાવતા કહ્યું કે, હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરનાં રોજ મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં (Kadi) આવેલા બોરિસણા ગામ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડિકલ કેમ્પમાં (Free Medical Camp) 80 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે પૈકી 19 લોકોને વધુ સારવાર માટે અને અમદાવાદ આવીને ઓપરેશન કરાવવાનું કહેવાયું હતું. આથી, બોરિસણા ગામથી 19 દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) લવાયા હતા. દર્દીનાં સગાઓનો આરોપ છે કે, હોસ્પિટલે પરિવાજનોને કોઈ પણ જાણ કર્યા વગર જ 19 લોકોની એન્જિયોગ્રાફી (Angiography) કરી દીધી હતી.
આ પણ વાંચો - Amreli : MP Parshottam Rupala નો વધુ એક વીડિયો વાઇરલ, કહ્યું - "આ તો બાઈટિંગ છે..!"
Ahmedabad : રૂપિયાની લાલચમાં Ahmedabadની Hospitalનો મોટો ખેલ | Gujarat First #Ahmedabad #HospitalScandal #MedicalNegligence #KhyatiHospital #AngioplastyWithoutConsent #Gujaratfirst pic.twitter.com/ofrrk9rHzG
— Gujarat First (@GujaratFirst) November 12, 2024
પરિવારજોની જાણ બહાર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી, 2 નાં મોત થયાનો આરોપ
આરોપ અનુસાર, આ 19 દર્દીઓ પૈકી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવી હતી. દરમિયાન, 19 પૈકી 2 દર્દીઓનાં હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા હતા. જો કે, સ્ટેન્ડ મૂક્યા બાદ બંને દર્દીઓનાં મોત નીપજ્યા છે. પીડિત પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો કે, આ ઓપરેશન માટે બંને દર્દીઓનાં આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે. હાલ, અન્ય 5 દર્દીઓ ICU માં સારવાર હેઠળ છે. મૃતક દર્દીઓનાં પરિવારજનોનો આરોપ છે કે, સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવા માટે હોસ્પિટલે આ કારસો રચ્યો હતો. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની પીડિત પરિવારોએ માગણી કરી છે.
આ પણ વાંચો - Gondal : ખેડૂતનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 15 તોલા દાગીના, લાખોની રોકડ ચોરી