Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બદલાની ભાવનાથી પૂર્વ મંગેતરે યુવતીને મોકલ્યા બિભત્સ ફોટા અને પછી જે થયું...

અમદાવાદમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ પ્લેટફોર્મ પર આઈડી બનાવી તેમાં યુવતી વિશે બિભત્સ લખાણ લખવામાં આવતા તેમજ યુવતીને ફોન કરી ધમકીઓ આપનાર પૂર્વ મંગેતર સામે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.9 email આઈડી સહિત અનેક આઈડી ફેક બનાવાઈઅમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતી 25 à
બદલાની ભાવનાથી પૂર્વ મંગેતરે યુવતીને મોકલ્યા બિભત્સ ફોટા અને પછી જે થયું
અમદાવાદમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ પ્લેટફોર્મ પર આઈડી બનાવી તેમાં યુવતી વિશે બિભત્સ લખાણ લખવામાં આવતા તેમજ યુવતીને ફોન કરી ધમકીઓ આપનાર પૂર્વ મંગેતર સામે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
9 email આઈડી સહિત અનેક આઈડી ફેક બનાવાઈ
અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય ધ્રુવી (નામ બદલેલ છે)પ્રહલાદનગરમાં કોર્પોરેટ કંપનીમાં સિનીયર એક્ઝિક્યુટિવ એચ.આર તરીકે બે વર્ષથી નોકરી કરી છે. 22 ઓગસ્ટ 2022 ના રોજ ધ્રુવી ઓફિસે કામ કરી રહી હતી ત્યારે તેના જીમેઈલ તેમજ લીંકડીન આઈડી પર બિભત્સ મેસેજ આવ્યો હતો. જે બાદ તેણે પોતાના હેડને આ બાબતે જાણ કરી હતી. જે બાદ અજાણ્યા શખ્સે 9 અલગ અલગ ઈ મેઈલ આઈડી તેમજ ધ્રુવીને કંપનીના લીંકડીન આઈડી પર પોતાના વિશે બિભત્સ લખાણ લખ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.
ઓફિસના લેન્ડ લાઈન પર ફોન કરી અપાતી ધમકી
ધ્રુવીએ વધુ તપાસ કરતા તેના પોતાના નામથી પણ એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી જે એકાઉન્ટમાં તેના ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે બિભત્સ લખાણ અને બિભત્સ ફોટો મોકલાવ્યા હતા. ધ્રુવીને બદનામ કરવાના ઈરાદે તેના ફોટાનો ઉપયોગ કરાતા તેમજ યુવતીની ઓફિસના લેન્ડ લાઈન નંબર પર ફોન કરી અવાર-નવાર ધમકીઓ આપવામાં આવતી હતી..
કોલ રેકોર્ડિંગે ફોડ્યો ભાંડો
યુવતીએ એક દિવસ ધમકીઓના ફોનના રેકોર્ડિંગ સાંભળતા સામે વાળા યુવકનો અવાજ તેના પૂર્વ મંગેતર લવિન ચેલાનીનો હોવાનું જાણવા મળ્યુ હતું. જે બાદ યુવતીએ આ ઘટના સંદર્ભે પરિવારને જાણ કરી સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ મંગેતર ફેક આઈડી બનાવી ધ્રુવીને બદનામ કરવાના ઈરાદે બિભત્સ લખાણ લખી હેરાન કરતો હોય અને ફોન કરી ધમકીઓ આપતો હોય આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.