Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વામીનારાયણ નગરમાં આવેલી બાળનગરીમાં 4 પગવાળા ભાઈ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આવેલી બાળનગરીમાં 4 પગવાળા  ભાઈ વિશેષ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. ચાર પગ સાથે જ્યારે તેઓ નગરમાં નીકળે છે ત્યારે તેમના ચાર પગ જોઈ સહુ કોઇ આશ્ચર્યચકિત થઈ જાય છે. બાળ નગરીમાં આવા અલગ અલગ 38 પ્રાણીઓ, 12 પક્ષીઓ, અને વિશેષ આકર્ષણ એવા આ ચારપગવાળા ભાઈ મનોરંજન પૂરું પાડી રહ્યા છે.ચાર પગ વાળા ભાઈની ભારે ચર્ચાકોઈ વ્યક્તિને ચાર પગ હોય તેવું કેમ માની શકાય. પરંતુ સ્વામીન
સ્વામીનારાયણ નગરમાં આવેલી બાળનગરીમાં 4 પગવાળા  ભાઈ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આવેલી બાળનગરીમાં 4 પગવાળા  ભાઈ વિશેષ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. ચાર પગ સાથે જ્યારે તેઓ નગરમાં નીકળે છે ત્યારે તેમના ચાર પગ જોઈ સહુ કોઇ આશ્ચર્યચકિત થઈ જાય છે. બાળ નગરીમાં આવા અલગ અલગ 38 પ્રાણીઓ, 12 પક્ષીઓ, અને વિશેષ આકર્ષણ એવા આ ચારપગવાળા ભાઈ મનોરંજન પૂરું પાડી રહ્યા છે.
ચાર પગ વાળા ભાઈની ભારે ચર્ચા
કોઈ વ્યક્તિને ચાર પગ હોય તેવું કેમ માની શકાય. પરંતુ સ્વામીનારાયણ નગરમાં આવેલી બાળનગરીમાં ચાર પગ વાળા ભાઈ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તો બાળકોને તો આ ચાર પગ વાળા ભાઈ સાથે રમવાની મજા પડી ગઈ છે. બાળ નગરીમાં આવા અલગ અલગ 38 પ્રાણીઓ, 12 પક્ષીઓ, અને વિશેષ આકર્ષણ એવા આ ચારપગવાળા ભાઈ મનોરંજન પૂરું પાડી રહ્યા છે.
બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર
ચાર પગ વાળા પંકજભાઈ કહે છે કે, ચાર પગ લઈને શરૂઆતથી હું અહી ફરું છું. બાળકોમાં એક આકર્ષણ થઈ ગયું છે કે આ ચાર પગ લઇને કઈ રીતે ફરે છે કોઈ કહે છે કે અંદર કોઈ નાનો નાનો બાળક છે કોઈ કહે છે કે આને પહેલેથી ચાર પગ છે અનેક લોકો મારી જોડે ફોટા પણ પડાવે છે. અને લોકો મારી સાથે ફરી ફરીને વિડિયો પણ બનાવે છે. અલગ અલગ રોલ અહીં સૌને આપેલા ત્યારે મેં આ રોલ પસંદ કર્યો હતો. ચાર પગ લઇને ફરવાને કારણે બાળકોમાં વિશેષ આકર્ષણ ઊભું થાય. છે. અને તે કેરેક્ટર થકી મને પણ આનંદ થાય છે કેમ કે બાળકો ને મારા થકી વિશેષ આનંદ મળી રહ્યો છે.  
લોકો એક યાદ લઈને જાય
યતીન માવાણી મેસકોટના આયોજક જણાવે છે કે, બાળનગરી બાળકો માટેની નગરી છે. તેઓ અહીં આવે ત્યારે વિશેષ આનંદ લઈને જાય અને પ્રેરણા વિશેષ લઈને જાય તેના માટે બાળનગરી તૈયાર કરવામાં આવી છે. મૂળ પ્રમુખસ્વામી મહારાજનું મંત્ર છે કે બીજાના આનંદમાં આપણ આનંદ છે. તેથી અમે પણ બાળ પ્રવૃત્તિની આખી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આપણે વિવિધ સો સિવાય પણ લોકો માટે વિવિધ મેસ્કોટ તૈયાર કરાયા હતા. જેમાં 38 પ્રાણીઓ 12 પક્ષીઓ 8 અન્ય મેસકોટ અને એક જુદું જ આકર્ષણ એવા ચાર પગ વાળા ભાઈ રાખવામાં આવ્યા છે. તેઓ જ્યારે ફરવા માટે બહાર નીકળે છે ત્યારે વિશેષ આકર્ષણ લોકોમાં જોવા મળે છે ચાર પગ સાથે ચાલતો માણસ વિશેષ કુતુલ સર્જે છે. બાળકો તેમની પાછળ દોડે છે લોકો એક યાદ લઈને જાય છે કે અમે પણ પ્રમુખસ્વામી નગરમાં ગયા હતા અને ચાર પગ વાળો માણસ જોયો હતો..
મુલાકાત લેનારા બાળકની પ્રતિક્રિયા
મનન ગઢીયા નામનો મુલાકાતી બાળકે જણાવ્યું કે, મેં ચાર પગવાળા ભાઈને જોયા તો મને ખૂબ આશ્ચર્ય થયું મેં તેની સાથે ફોટો પડાવ્યો અને મેં તેને સવાલો પણ પૂછ્યા ત્યારે મેં પહેલી વાર તેમને જોયા ત્યારે મને આશ્ચર્ય થયું કે આવા ચાર પગ વાળા માણસ હોય મને ડર પણ લાગ્યો કે જાણે બીજા પ્લેનેટથી આ માણસ આવ્યો હોય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.