Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા વર્ષની ઉજવણી વચ્ચે પોલીસનું સઘન ચેકિંગ, દારૂ સાથે ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહી તેની પણ થશે તપાસ

સમગ્ર દેશ અને દુનિયામાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં પણ બે વર્ષના સમયગાળા બાદ વિવિધ સ્થળોએ નવા વર્ષની ઉજવણીના આયોજનો થયાં છે ત્યારે બીજી તરફ આ દરમિયાન દારૂ અને ડ્રગ્ઝનું સેવન કરનારાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે સાંજથી પોલીસ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું જેમાં દારૂની સાથે ડ્રગ્ઝનું સેવન કર્યું છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અન
નવા વર્ષની ઉજવણી વચ્ચે પોલીસનું સઘન ચેકિંગ  દારૂ સાથે ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહી તેની પણ થશે તપાસ
સમગ્ર દેશ અને દુનિયામાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં પણ બે વર્ષના સમયગાળા બાદ વિવિધ સ્થળોએ નવા વર્ષની ઉજવણીના આયોજનો થયાં છે ત્યારે બીજી તરફ આ દરમિયાન દારૂ અને ડ્રગ્ઝનું સેવન કરનારાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે સાંજથી પોલીસ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું જેમાં દારૂની સાથે ડ્રગ્ઝનું સેવન કર્યું છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને તેના માટે એક ખાસ કીટ પણ છે જેના થકી આ ચેકિંગ થાય છે.
31મી ડિસેમ્બરને લઈને નશીલા દ્રવ્યોનું સેવન કરનારા લોકો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આ વર્ષે પોલીસ દ્વારા ખાસ કરીને જે લોકો ડ્રગ્સનું સેવન કરીને બહાર નીકળી રહ્યા છે તેઓને પકડવા માટે ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં SOGની ટીમ દ્વારા આજે રિવરફ્રન્ટ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
દારૂ સાથે ડ્રગ્સ લીધું છે કે નહી તેની પણ તપાસ
ડ્રગ્સના સેવનની તપાસ માટેની આ કીટ છે તેમાં માત્ર દસ જ મિનિટમાં પરિણામ આવી જાય છે કે કોઈ વ્યક્તિએ ડ્રગ્સ નું સેવન કર્યું છે કે કેમ અને જો ડ્રગ્સ નું સેવન કર્યું છે તો કયા પ્રકારનું ડ્રગ્સ સેવન કર્યું છે તે પણ જોવા મળી શકે છે.. કોઈપણ વ્યક્તિના લાળ નો નમુનો લઈને આ ટેસ્ટ કીટમાં ટેસ્ટ કરવાથી તેનું પરિણામ જોવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.