ડ્રગ્સ માફિયાઓ પર તવાઇ, જાણો પોલીસે કેવી રીતે કર્યો પર્દાફાશ
ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અત્યાર સુધીમાં વર્ષ 2022માં 100થી વધુ ડ્રગ્સ પેડલરો અમદાવાદમાં ઝડપાયા છે. જાણો કેવી રીતે બન્યું અમદાવાદ ડ્રગ્સ માફિયાનું હબગુજરાતનું અમદાવાદ શહેર ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પàª
ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અત્યાર સુધીમાં વર્ષ 2022માં 100થી વધુ ડ્રગ્સ પેડલરો અમદાવાદમાં ઝડપાયા છે.
જાણો કેવી રીતે બન્યું અમદાવાદ ડ્રગ્સ માફિયાનું હબ
ગુજરાતનું અમદાવાદ શહેર ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે. જોકે વર્ષ 2022માં ચાલુ વર્ષે કરેલા એન.ડી.પી.એસના કેસના ચોકવાનાર આંકડા સામે આવ્યા છે. જેમાંથી MD ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજો, કફ સીરપ અને એમ.ડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા હવે આ બધા જ ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાલુ વર્ષે 24 કેસ નોંધી 74 જેટલા આરોપી ધરપકડ કરી છે જેમાં ડ્રગ્સ પેડલરો અને મદદગારી કરનારની ધરપકડ કરી છે, ત્યારે ક્રાઇમ એસ.ઓ.જી ટીમે પણ 15 કેસ કરી 35 જેટલા પેડલરો અને ડ્રગ્સ ડીલરની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. થોડા દિવસ પહેલા જ ક્રાઇમ એસ.ઓ.જી ટીમ ડ્રગ્સ ડીલર અમીનાબાનુ પકડી ડ્રગ્સ હેરાફેરીના મોટા નેટવર્ક પર્દાફાશ કર્યો છે.
ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા
ગુજરાત ડ્રગ્સ માફિયા માટે હોટ ફેવરિટ બન્યું છે કારણકે ગુજરાતના 1600 કિલો મીટરનો લાંબો દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે. અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત 52 અબજ 55 કરોડ 31 લાખ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં સૌથી વધુ અમદાવાદ માં ડ્રગ્સ મળી આવના કેસ સામે આવ્યા છે.
ડ્રગ્સ નેટવર્કમાં દરિયાઇ માર્ગે ઘણાં માછીમારો પણ સંડોવાયેલા
મહત્વની બાબત છે કે ડ્રગ્સના નેટવર્કમાં અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવા માટે સિલ્ક રૂટ મહારાષ્ટ્ર અને રાજસ્થાન છે. જે બન્ને રાજ્યોના ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અમદાવાદ પહોંચાડે છે જેમાં કેરિયર બોય અને ડ્રગ્સ પેડલરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં આ ડ્રગ્સ નેટવર્કમાં દરિયાઇ માર્ગે ઘણાં માછીમારો પણ સંડોવાયેલા હોય છે. જેઓને ડ્રગ્સની હેરાફેરી માટે મોટું કમિશન મળતું હોય છે.
ગુજરાત એટીએસએ ભરૂચ અને વડોદરાથી એમ.ડી ડ્રગ્સની ફેકટરી પકડી
અમદાવાદ ક્રાઇમ બ્રાંચથી લઈ એસ.ઓ.જી સાથે ગુજરાત એટીએસ રેકોર્ડ બ્રેક એન.ડી.પી.એસના કેસ કર્યા છે. જેમાં હાલમાં ગુજરાત એટીએસએ ભરૂચ અને વડોદરાથી એમ.ડી ડ્રગ્સની ફેકટરી પકડી પાડી છે. નોંધનીય છે કે એક સમયએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો હતો પણ ગુજરાતમાં હવે એમ.ડી ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનો પણ ખુલાસો થયો છે, જ્યારે દરિયાઈ માર્ગે આવતું હેરોઇન ગુજરાત નહીં પજાંબ અને બેંગ્લોર સહિત સાઉથમાં જતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વધી રહેલું ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચિંતાજનક છે. જેથી તમામ એજન્સી ડ્રગ્સ દૂષણને દૂર કરવા અને યુવા પેઢી બચાવ નવા નવા અભિયાન શરૂ કર્યા છે.
Advertisement