Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વામિનારાયણ નગરમાં દરરોજ 14 સાંસ્કૃતિક નૃત્યો રજુ થાય છે, આફ્રિકાના નૃત્યએ જમાવ્યું આકર્ષણ

સ્વામિનારાયણ નગરમાં ભારતીય સંસ્કૃતિની વિરાસત જળવાયેલી રહી તે માટે પ્રયત્ન કરવામ સાં આવી રહ્યા છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત સમાં 14 જેટલા વિવિધ નૃત્યો રોજિંદા રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત બે જેટલી નૃત્ય નાટિકાઓ દર્શાવવામાં આવે છે. ભારતના 14 સાંસ્કૃતિક નૃત્યો અને આફ્રિકાનું સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શિત કરવામમાં આવે છે. આફ્રિકામાં એક સત્સંગ ચાલતો હોવાથી આફ્રિકાના નૃત્યનો સમાવેશ àª
સ્વામિનારાયણ નગરમાં દરરોજ 14 સાંસ્કૃતિક નૃત્યો રજુ થાય છે  આફ્રિકાના નૃત્યએ જમાવ્યું આકર્ષણ
સ્વામિનારાયણ નગરમાં ભારતીય સંસ્કૃતિની વિરાસત જળવાયેલી રહી તે માટે પ્રયત્ન કરવામ સાં આવી રહ્યા છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત સમાં 14 જેટલા વિવિધ નૃત્યો રોજિંદા રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત બે જેટલી નૃત્ય નાટિકાઓ દર્શાવવામાં આવે છે. ભારતના 14 સાંસ્કૃતિક નૃત્યો અને આફ્રિકાનું સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શિત કરવામમાં આવે છે. આફ્રિકામાં એક સત્સંગ ચાલતો હોવાથી આફ્રિકાના નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યું છે.
સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ
સ્વામિનારાયણ નગરમાં વિવિધ પ્રકારના આકર્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અહીં રોજિંદા 14 જેટલા અલગ અલગ પ્રાંતના નૃત્ય દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત બે જેટલી નૃત્ય નાટિકાઓ અહી પ્રસ્તુત કરવામાં આવે છે. આ ઉપરાંત આફ્રિકન એક્રોબેટ્સ પણ પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રથમ બે નૃત્ય નાટિકાની વાત કરવામાં આવે તો બે નાટિકાઓમાં પ્રહલાદ અને બીજી કૃષ્ણલીલા દર્શાવવામાં આવે છે.
14 રાજ્યોના પ્રાદેશિક નૃત્યો
આ ઉપરાંત 14 જેટલા વિવિધ રાજ્યોના ફોક ડાન્સ અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. ગુજરાતના ગરબા, કચ્છના કચ્છી ઘોડી, હમ સનાતન હિન્દુ, તેર તાલી, કુલું આદિવાસી, હોળી, રેમ્પા, મોર, ગઢવાલી, એકતા હૈ શક્તિ, ભાંગડા, રસ,ડાંગી નૃત્ય અને સ્વામિનારાયણ ચરણકમળમાં નૃત્યો પ્રસ્તુત કરાય છે. આ ઉપરાંત આફ્રિકન દેશ તરફથી એક્રોબેટ ડાન્સ કરવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના શારીરિક સૌષ્ઠવના કરતબો બતાવાય છે. લોકોને આ નૃત્યો સૌથી વધુ પસંદ આવી રહ્યા છે.
270 હરિભક્તોએ ભાગ લીધો
નગરના સ્વયંસેવક રાજેશભાઈ જેઠવાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દરેક પ્રાંતના લોકનૃત્યો આ મંચ પર રજુ કરવામાં આવે છે. ગુજરાતના ગરબા, રાજસ્થાનના તૈરાતાલી, કચ્છનું કચ્છી ઘોડી, મયુરનૃત્ય, 270 યુવકોએ આમાં ભાગ લીધો છે. તેમના ભણતરને ધ્યાનમાં રાખને આયોજન કરવામાં આવ્યું છે. આ યુવકો અમારા હરિભક્તોના સંતાનો છે. આફ્રિકાનું નૃત્ય રજુ કરનારા આ લોકો સ્વામી જ્યારે આફ્રિકા જતાં ત્યારે આ ભક્તો તેમનું ખાસ સન્માન કરતા. તેથી આ લોકોની પણ એક પ્રસ્તુતિ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.  આ અમારા હરિભક્તો જ છે. તેઓ સારું નૃત્ય કરીને લોકોનું દીલ જીતે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.