Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે

આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે આવશે અમિત શાહ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે સંસદીય ક્ષેત્રમાં ખાતમહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમ હાજરી આપશે Amit Shah Gujarat Visit:આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત (Amit Shah Gujarat Visit)મુલાકાતે આવશે. આજથી...
ahmedabad કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે
Advertisement
  1. આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે આવશે
  2. અમિત શાહ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે
  3. સંસદીય ક્ષેત્રમાં ખાતમહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમ હાજરી આપશે

Amit Shah Gujarat Visit:આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત (Amit Shah Gujarat Visit)મુલાકાતે આવશે. આજથી 2 દિવસ પ્રવાસ સમયે અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ખાતમહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમ હાજરી આપશે. તેમજ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે. બે દિવસના કાર્યક્રમોની રૂપરેખા આવો જોઈએ.

અમિત શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે. આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિકાસના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે.

Advertisement

Advertisement

અમિત શાહ મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે

રહેવાના છે. ત્યારે આવતીકાલે સવારે 9 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના બેઠકમાં આવતા થલતેજ ખાતે ઓક્સિજન અને તળાવના લોકાર્પણ કરીને થલતેજ વાસીઓ માટે ખુલ્લું મૂકશે. તેમજ વેજલપુર વિધાનસભા બેઠકમાં હરિયાળા લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે.

આ પણ  વાંચો -Ahmedabad: ગણેશઉત્સવને લઈને શહેર પોલીસનું જાહેર નામુ

AMCના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમિત શાહના હસ્તે

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વિસ્તાર પ્રહલાદનગર ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. આધુનિક સુવિધાથી સજ્જ સ્વિમિંગ પુલનો લાભ વેજલપુર, પ્રહલાદનગર, આનંદનગર, સરખેજ, મકરબા તેમજ આજુ બાજુના લોકોને મળશે. તેમજ પ્રહલાદનગર પાસે AMC વિકાસ કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ  વાંચો -Ahmedabad:MLA ઈમરાન ખેડાવાલાએ ટ્રાફિક અંગે કરી રજૂઆત

નારણપુરા મામલતદાર કચેરીનું લોકાર્પણ

નારણપુરા વિસ્તારમાં ભીમજીપુરા ખાતે નવી આકાર પામેલી નારણપુરા મામલતદાર કચેરીનું લોકાર્પણ કરશે. આમ તો હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અને તત્કાલીન ગુજરાતના સરકારના ગૃહમંત્રી રહેલા અમિત શાહ નારણપુરા સાથે જૂનો નાતો રહ્યો છે. ત્યારે આવતીકાલે સાંજે નારણપુરા વિધાનસભા કાર્યકરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન પણ કરશે.

આ પણ  વાંચો -Ambaji Temple: ભવ્ય પાટોત્સવ અને 1008 કમળ પૂજા અને મહા આરતી યોજાઈ

નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ પણ અમદાવાદ ખાતે યોજાશે

વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ પણ અમદાવાદ ખાતે યોજાવાનો છે. CAA નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને બોડકદેવ ખાતે યોજાશે. જેમાં અમદાવાદમાં વસતા 188 શરણાર્થીઓને આવતીકાલે ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એનાયત કરશે. જોકે દેશમાં સૌથી વધુ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ એનાયત કરવામાં અમદાવાદ મોખરે છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી દર વર્ષની માફક રક્ષાબંધન પર્વ પણ પરિવાર સાથે ઉજવશે. એટલે કે 19 ઓગસ્ટ રક્ષાબંધન પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે કરશે. આમ બે દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Patan: ગોગા મહારાજનો 25મો ત્રિ-દિવસીય રજત જયંતિ મહોત્સવ, મુખ્યમંત્રીની રહીં ખાસ ઉપસ્થિતિ

featured-img
સુરત

Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

featured-img
ગુજરાત

મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડરે કર્યું પરફોર્મ, જાણો કોણ છે Devika Devendra S Manglamukhi ?

featured-img
ગુજરાત

Chhota Udepur : બોડેલી પાસે Hit and Run, જમાઈ અને નાની સાસુનું ઘટના સ્થળે જ મોત

featured-img
ગુજરાત

Surat : રાંદેર પોલીસની સરાહનીય કામગીરી, ગુમ બાળક મળી જતાં માતા-પિતા ભેટી પડ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

featured-img
ગુજરાત

Amreli : સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી

×

Live Tv

Trending News

.

×