AHMEDABAD : ડ્રગ્સ વેચનારાઓની કમર તોડવા SOG મેદાને
AHMEDABAD : શહેર (AHMEDABAD) માં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા માટે શહેર પોલીસ હવે નાના નાના પેડલરો વિરુદ્ધ પણ કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. અમદાવાદ એસોજીએ ઇસનપુર વિસ્તારમાં છુટક ડ્રગ્સનુ વેચાણ કરતા બે પેડલરોને ઝડપી 6 લાખથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. સાથે જ ડ્રગ સપ્લાયરની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પત્ની ડ્રગ્સનો વેપલો ચલાવતી
એમડી ડ્રગ ના વેચાણ અને તેનો સપ્લાય દિવસ અને દિવસે વધી રહ્યો છે. તેની સામે પોલીસ હવે નાનામાં નાના ડ્રગના ગુના નોંધી કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. તો મહત્વની વાત છે કે ડ્રગ સપ્લાયર સીરીન ના પતિ અકબર ખાન ને પણ અમદાવાદ એસોજીએ બે વખત રદ સાથે ઝડપી પાડ્યો હતો. અને તે ગુનામાં અકબર જેલમાં હોવાથી તેની પત્ની ડ્રગ્સનો વેપલો ચલાવતી હોવાની હકીકત સામે આવી છે. ત્યારે નશા ના દુષણ ને રોકવા પોલીસની આ કામગીરી કેટલી લેખે લાગે છે તે જોવું મહત્વનું છે.
એસઓજીએ શોધખોળ હાથ ધરી
સમગ્ર મામલે એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું કે, પતિ ની બેકારી અને દારૂના વ્યસનથી કંટાળી ઘર ચલાવવા માટે ઇસનપુર ના અમજા ફ્લેટમાં રહેતી શાહીનબાનુ સૈયદ ડ્રગ્સ નું વેચાણ કરવા લાગી હતી. જે ડ્રગ્સના સપ્લાય માટે આમિર ખાન પઠાણ નામના 20 વર્ષના યુવકની મદદ લીધી હતી. જે ઓર્ડર પ્રમાણે ડ્રગ્સની ડીલીવરી કરવા જતો હતો. અમદાવાદ એસઓજીને બાતમી મળતા શાહીનબાનુના ઘરે રેડ કરી 6,47,000 ની કિંમતનું 64 ગ્રામ થી વધુ એમડી ડ્રગ્સ નો જથ્થો કબજે કર્યો છે. ડ્રગ્સ ના જથ્થા અંગે તપાસ કરતા રામોલમાં રહેનારી સિરીન નામની મહિલા ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું છે. જેની એસઓજીએ શોધખોળ હાથ ધરી છે.
છુટક વેચાણ કરવામાં આવતું
વધુમાં તેમણે જણાવ્યું કે, ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીની તપાસ કરતા હકીકત સામે આવી કે, શાહીનબાનુ છેલ્લા એક વર્ષથી આ નશા નો કારોબાર કરી રહી છે. અને સપ્લાય માટે આમિર નામનો યુવક કે જે નશા નો બંધાણી છે. તેની મદદ લઈ રહી હતી. સાથે જ રામોલ ની સીરીન પાસેથી 7 વખત ડ્રગ્સ નો મોટો જથ્થો મેળવી તેનું છુટક વેચાણ કરવામાં આવતું હતું. શાહીન બાનુ ની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે સિરીન અને તેની મુલાકાત એક સામાજિક પ્રસંગમાં થઈ હતી. જેમાં પતિ બેરોજગાર હોવાનું જણાવતા સીરીને પહેલી વખત ડ્રગ્સ નો જથ્થો મોકલી, તેના વેચાણમાં સારો નફો મળશે તેવી વાત કરી તેને પણ આ રેકેટમાં સંડોવણી હતી. ત્યારબાદ અવારનવાર તે ડ્રગ્સ મંગાવી તેનું વેચાણ કરતી હોવાનું કબુલાત કરી છે.
અહેવાલ - માનસી પટેલ, અમદાવાદ
આ પણ વાંચો -- VADODARA : સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી ખનીજ માફીયાઓ ધાર્યુ કરી ગયા