Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad-Vadodara National Highway: ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લેવાયો મહત્વનો નિર્ણય, અસલાલી સર્કલને નાનું કરાશે

ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો અસલાલી સર્કલ પર સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સર્જાયા છે થોડા દિવસોમાં સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાશે Ahmedabad-Vadodara National Highway: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉપર આવેલા અસલાલી સર્કલ પર ટ્રાફિકની...
ahmedabad vadodara national highway  ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લેવાયો મહત્વનો નિર્ણય  અસલાલી સર્કલને નાનું કરાશે
  1. ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો
  2. અસલાલી સર્કલ પર સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સર્જાયા છે
  3. થોડા દિવસોમાં સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાશે

Ahmedabad-Vadodara National Highway: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉપર આવેલા અસલાલી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખુબ બહોળો વિસ્તાર ધરાવતા અસલાલી સર્કલને નાનું કરવામાં આવશે. જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાંથી આંશિક રાહત મળી રહે. નેશનલ હાઈવે હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ જિલ્લા કલેકટર, ઔડા અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંયુક્ત પણે ટ્રાફિકની સમસ્યાને રીવ્યુ કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: વધુ એક ગ્રાન્ટેડ શાળાને લાગશે 'અલીગઢી તાળું'! વાલીઓમાં રોષ, લગાવ્યો ગંભીર આરોપ

Advertisement

મોટા ટ્રક અને વાહનોના લીધે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસ વકરી

પરિસ્થિતિ એવી છે કે, ચારે તરફ આ રસ્તો સાંભળો અને સર્કલ મોટું અને પહોળું છે, જેના કારણે અહીં મોટા મોટા ટ્રકને વળાંક લેવો મુશ્કેલ બની જાય છે અને ટ્રાફિક સર્જાતો હોય છે. મુખ્યત્વે નારોલથી અસલાલી સુધી ટ્રાન્સપોર્ટ નગર હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશનના હેતુથી આવતા મોટા મોટા ટ્રક અને વાહનોના લીધે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસ વકરી છે. એટલું જ નહીં પરંતુ સર્કલની ચારે તરફથી મહત્વના અને વ્યસ્ત ગણાતા રસ્તા પરથી વાહનોની અવરજવર રહેતી હોય છે એક તરફ નારોલ, બીજી તરફ ઓઢવ, વડોદરા અને સૌરાષ્ટ્ર તરફથી વાયા સરખેજ તરફથી આવતા વાહનોની અવરજવર પણ ખૂબ વ્યસ્ત હોય છે.

આ પણ વાંચો: સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે ગાળિયો કસતી વડોદરા ACB

Advertisement

અહીં ખાસ કરીને સાંજના સમયે સર્જાય છે ટ્રાફિક

નોંધનીય છે કે, અસલાલી સર્કલ પર દિવસ દરમિયાન અને તેમાંય ખાસ સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સર્જાતો હોય છે. જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં લાંબો સમય વીતી જતો હોય છે. આ ઉપરાંત વિકટ સમસ્યા એ પણ છે કે, અસલાલી સર્કલ ઉપરથી જતા બ્રિજની લંબાઈ રસ્તાથી બ્રિજ ઉપર પર્યાપ્ત નથી, ઉપરાંત રસ્તો પણ સાંકડો હોય છે જેથી મોટા મોટા અને લાંબા ટ્રકને ટર્ન લેવો માટે પણ મહેનત કરવી પડતી હોય છે. ઘણીવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે. જોકે હવે થોડા દિવસોમાં સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાશે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: Weather Report : આગામી 7 દિવસ ભારે વરસાદ પડશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Tags :
Advertisement

.