Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રાફિકમાં વાહન ચાલક નાની કે મોટી અડચણ ઊભી કરે તો ગુસ્સો કરવાનો?

આ અગાઉ આપણે શહેરની ટ્રાફિકની વધતી જતી જુદી જુદી સમસ્યાઓની વિગતે ચર્ચા કરી હતી એ જ ચર્ચામાં આજે એક નવો મુદ્દો પણ ચર્ચામાં લેવાનું ઠીક લાગે છે.શહેરોમાં સામાન્ય રીતે પગે ચાલતા રાહદારી કે પછી પોતાનું વાહન લઇને નીકળેલા સહુ કોઈને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવાની ઉતાવળ હોય છે. આ માટે ટ્રાફિક સિગ્નલની અવગણના કરવી કે પછી ખોટી સાઇડથી ઓવરટેક કરવો કે પછી વાહનોની વચ્ચેથી પોતાનું વાહન પસાર à
ટ્રાફિકમાં વાહન ચાલક નાની કે મોટી અડચણ ઊભી કરે તો ગુસ્સો કરવાનો
આ અગાઉ આપણે શહેરની ટ્રાફિકની વધતી જતી જુદી જુદી સમસ્યાઓની વિગતે ચર્ચા કરી હતી એ જ ચર્ચામાં આજે એક નવો મુદ્દો પણ ચર્ચામાં લેવાનું ઠીક લાગે છે.
શહેરોમાં સામાન્ય રીતે પગે ચાલતા રાહદારી કે પછી પોતાનું વાહન લઇને નીકળેલા સહુ કોઈને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવાની ઉતાવળ હોય છે. આ માટે ટ્રાફિક સિગ્નલની અવગણના કરવી કે પછી ખોટી સાઇડથી ઓવરટેક કરવો કે પછી વાહનોની વચ્ચેથી પોતાનું વાહન પસાર કરવું એવા ઘણા દ્રશ્યો આપણે જોઈએ છીએ અને ત્યારે આપણને આપણી નાગરિકતા ઉપર શરમ આવે છે.
પણ એથી વધારે શરમ તો ત્યારે આવે છે કે જ્યારે રસ્તા ઉપર કોઈ વૃદ્ધ પસાર થતા હોય અને એ જ રસ્તેથી પોતાની મોટર બાઇક કે વૈભવી કાર લઇને નીકળેલો કોઈ યુવક કે નાગરિક પેલા વૃદ્ધની ઉદ્દેશીને કહે કે"ડોસા, બગીચામાં ફરવા નીકળ્યા છો કે શું? આવું વાક્ય સાંભળીને કરુણ સ્મિત કરીને તે વૃદ્ધ કે વૃદ્ધ આતો રસ્તામાંથી હટી જશે અને પેલો યુવાન કે ગાડીમાં જ તો પહેલો નાગરિક સડસડાટ આગળ નીકળી જશે. અલબત્ત એના આ અવિવેકી અને ઉત્તેજક વિધાનથી એ વૃદ્ધ એ વૃદ્ધાનુ મન કેટલું બધું ગવાયું છે એની કદાચ એને ખબર પડવાની નથી. એ ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. આપણે ત્યાં એક બહુ જૂની કવિતા છે.
"પીપળ પાન ખરંતા, હસ્તી કુપળીયા;
મુજ વીતી તુજ વીતશે;
ધીરી બાપુડિયા!"
મતલબ કે ઉંમરના જે પડાવમાથી વૃદ્ધ કે વૃદ્ધા અત્યારે પસાર થઈ રહ્યા હતા અને તમારી ગતિને અવરોધતા હોય તેવું તેમને લાગતું હતું તે ઉંમરનો તબક્કો તમારા જીવનમાં પણ બહુ દૂર નથી અને એ જ્યારે આવશે ત્યારે કદાચ તમારા વિધાનથી એ વૃદ્ધ કે વૃદ્ધાને જે ઘાતક માનસિક અસર થઇ છે તેનું તમને અહેસાસ થશે - પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હશે. બીજું ટ્રાફિકમાંથી બીજો કોઈ પણ વાહન ચાલક નાની કે મોટી અડચણ ઊભી કરે તો આપણે તત્કાલ ગુસ્સે થઈ જઈએ છીએ કદાચ અપશબ્દ પણ બોલી નાખીએ છીએ અને એ રીતે આપણું પોતાનું બ્લડ પ્રેશર કે શરીરને નુકસાન પહોંચાડીએ છીએ.
શું આવા નાજુક સમયે એક હૂંફાળું સ્મિત આપીને પેલા અડચણ ઊભી કરનારા નાગરિકને કે યુવકને આપણે જવાબ ન આપી શકીએ.? એથી આગળ વધીને આપણી સ્મિત સાથે આપણી ભૂલ હોય કે ના હોય તો પણ સોરી એવું બોલીને આપણી આખી યાત્રાને અને આપણા આખા દિવસને કલુષિત થતો ન બચાવી શકીએ?
આ પ્રયોગ કરી જોવા જેવો છે એનાથી તમારો અને સામે વાળાનો દિવસ રળિયામણો બનશે અને રોડ રસ્તા ઉપરની નાની મોટી ભૂલોને આપણે એકબીજાને માફ કરતા શીખીશું તો કદાચ સામાજિક સ્વાસ્થ્ય તો સારું રહેશે જ પણ સાથે સાથે આપણને પોતાને પણ ફાયદો થાય છે.
મોટેભાગે બે વાહનો સામાન્ય થઈ જાય તો પણ બંને જણા સામેવાળાની જ ભૂલ છે એવી દલીલો માં ઉતરીને ધીરે ધીરે ઉગ્ર બોલાચાલી સુધી કે પછી ક્યારેક મારામારી સુધી પણ વાત પહોંચી જતી હોય છે. આ બધું જ એક નાનકડું હૂંફાળું સ્મિત કે પછી મોઢામાંથી સોરી જેવો શબ્દ વહેતો કરીને આપણે આપણી અને સામેવાળાની આખી મનોદશામાં એક સકારાત્મક બીજ રોપી શકીએ છીએ એનાથી એને ફાયદો થશે અને કદાચ એના કરતાં પણ વધારે ફાયદો તમને થશે.
Advertisement
Tags :
Advertisement

.