Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : અમદાવાદની સ્ટલિંગ હોસ્પિટલનાં ડોક્ટરે રાજકોટમાં આપઘાત કર્યો, પરિવારજનોમાં શોકનો માહોલ

રાજકોટ ખાતે ગઈકાલે રાત્રે ન્યારી ડેમમાં તમિલનાડુનાં યુવક દ્વારા ઝંડપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવક ગુજરાતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
rajkot   અમદાવાદની સ્ટલિંગ હોસ્પિટલનાં ડોક્ટરે રાજકોટમાં આપઘાત કર્યો  પરિવારજનોમાં શોકનો માહોલ
Advertisement
  • રાજકોટમાં સ્ટલિંગ હોસ્પિટલનાં ડોક્ટરનો આપઘાત
  • તમિલનાડુનાં અરૂણકુમારે આપઘાત કરતા ચકચાર
  • આપઘાતનું કારણ હજુ પણ અકબંધ

યુવકો દ્વારા અવાર નવાર એવું પગલું ભરી લેવામાં આવે છે. જેનું પરિણામ સમગ્ર પરિવારને ભોગવવાનો વારો આવે છે. તમિલનાડુનો વતની અને ગુજરાત ખાતે રહી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા યુવકે અગમ્યકારણોસર ગઈ કાલે રાત્રે રાજકોટનાં ન્યારી ડેમમાં ઝંડપાલી મોતને વ્હાલુ કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. અરુણકુમાર સેલ્વરાજ (ઉ.વર્ષ.26) જે રેડિયોલોસિસ્ટ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે. તાલુકા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad : ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું, અબુધાબીથી આવેલ બે મુસાફરોની અટકાયત

Advertisement

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ યુવક મૂળ તમિલનાડુનો વતની છે અને હાલ તે અમદાવાદની સ્ટલિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેમજ રાજકોટ સ્ટલિંગ હોસ્પિટલમાં કર્મચારીઓ રજા પર હોવાથી તેઓની જગ્યા પર યુવકને રાજકોટ મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા યુવકે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે મામલે હોસ્પિટલનાં સત્તાધીશો તેમજ યુવકનાં મિત્રોની પણ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચોઃ Visavadar Election : વિસાવદર ચૂંટણીમાં ગઠબંધનને લઈ આપ-કોંગ્રેસમાં ફરી કકળાટ!

પરિવારજનોમાં શોકનો માહોલ

રાજકોટનાં ન્યારી ડેમમાં ઝંડલાવી રેડિયોલોજીસ્ટ ડોક્ટર દ્વારા આપઘાત કરી લીધો હોવાની જાણ તેનાં મિત્ર તેમજ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. તેમજ મિત્ર વર્તુળમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા હાલતો ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Chhota Udepur : સબ જેલમાં 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ

Tags :
Advertisement

Trending News

.

×