Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરમાં ગણેશ વિસર્જનને લઈને Ahmedabad Police એલર્ટ, સલામતી માટે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા

કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ ડ્રોન અને સીસીટીવીથી નજર રાખી રહીં છે શહેર પોલીસ અન્ય જિલ્લા જેવી સ્થિતિ ના થાય તે માટે અમદાવાદ પોલીસ સતર્ક Ahmedabad Police: ગણેશ ચતુર્થીની ભારતભરમાં ઉજવણી કરવામાં આવી છે. હવે...
શહેરમાં ગણેશ વિસર્જનને લઈને ahmedabad police એલર્ટ  સલામતી માટે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા
  1. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ
  2. ડ્રોન અને સીસીટીવીથી નજર રાખી રહીં છે શહેર પોલીસ
  3. અન્ય જિલ્લા જેવી સ્થિતિ ના થાય તે માટે અમદાવાદ પોલીસ સતર્ક

Ahmedabad Police: ગણેશ ચતુર્થીની ભારતભરમાં ઉજવણી કરવામાં આવી છે. હવે ગણેશ વિસર્જનનો સમય થઈ ગયો છે. અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. સુરત અને બરોડા જેવી ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તેવી ઘટના અમદાવાદમાં ન દોહરાય તે માટે અમદાવાદ પોલીસ સતત કાર્યશીલ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: 22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન, પાંચ દિવસમાં 1.90 કરોડની આવક

Advertisement

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે પૂરતો બંદોબસ્ત

નોંધનીય છે કે, ગણેશ વિસર્જન હોવાથી અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્શ્યો સર્જાતા હોય છે. આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ શહેર પોલીસ સજ્જ જોવા મળી રહીં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, અન્ય જિલ્લામાં ગણેશ પંડાલો પર હુમલાઓ થયા છે. તો અમદાવાદ શહેરમાં ના થાય તે માટે થઈને શહેર પોલીસ સજ્જ જોવા મળી છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી અવતરણ દિવસની શુભેચ્છાઓ

Advertisement

ગણેશ વિસર્જનને લઈને કેટલાક રસ્તાઓને ડાઈવર્ટ કરાયા

અત્યારે શહેર જ્યા પણ ગણેશ વિસર્જન થઈ રહ્યું તે દરેક જગ્યાએ ડ્રોન અને સીસીટીવીથી પોલીસ નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે, ગણેશ વિસર્જનને લઈને કેટલાક રસ્તાઓને ડાઈવર્ટ પણ કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરીકને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યા છે. Ahmedabad Police શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ રહી છે. અત્યારે પણ શહેરમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ સતર્ક થઈને કાર્ય કરી રહીં છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતનો વિરોધ

Tags :
Advertisement

.