Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ: પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો

અહેવાલ: પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં સસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પંખે લટકીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી પરિણીતાના આપઘાતની ઘટના સામે આવી છે.જેમાં 23 વર્ષીય વર્ષએ સસરિયાઓના ત્રાસથી કંટાળીને પોતાના ઘરે પંખે લટકીને ઘળે ફાંસો ખાઈને...
11:45 AM Nov 10, 2023 IST | Maitri makwana

અહેવાલ: પ્રદિપ કચીયા, અમદાવાદ

અમદાવાદ શહેરમાં સસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પંખે લટકીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાંથી પરિણીતાના આપઘાતની ઘટના સામે આવી છે.જેમાં 23 વર્ષીય વર્ષએ સસરિયાઓના ત્રાસથી કંટાળીને પોતાના ઘરે પંખે લટકીને ઘળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.આ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાના માતા પિતાએ તેના સાસરિયાંવાળા સામે ફરિયાદ નોંધાવી હતી.

રામોલ પોલીસે સાસરિયાવાળા સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જયારે વર્ષ 2022માં મધુબેન મકવાણા નામની મહિલાની દીકરીના CTM વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ વાઘેલાની સાથે કરાવવામાં આવ્યા હતા. સમાજની રીતિ રિવાજ મુજબ લગ્નની સાથેસાથે પોતાની દીકરીને યથાશક્તિ કરીવાર આપ્યો હતો. પરંતુ લગ્નના થોડા સમયબાદ સાસરિયા દ્વારા પરણિતાને ત્રાસ આપવામાં આવતો હતો કે તારા ઘરેથી કરીવાર ઓછો લઈને આવી છે.

અવાર નવાર સાસરિયા પક્ષ દ્વારા મેણાં ટોણા આપવામાં આવતા હતા કે અમારા દીકરાને ખોટી જગ્યાએ પરણાવ્યો જો અમે તેને ચરોતર તરફ પરણાવ્યો હોત તો અમારે ટ્રક ભરીને કરીયાવર અમારી વહુ લઈને આવી હોત પણ શું કરીએ ના છૂટકે અમારી દીકરીના લગ્ન અમારે તારી સાથે કરાવ્યા તેવુ કહીએ વર્ષાને અવારનવાર ત્રાસ અપાતા હતા. આવા મેણાં ટોણા વારંમવાર કહ્યા કરતા પરણિતા વર્ષાએ પોતાના ઘરે ગળો ફાસો ખાઈને આપઘાત કર્યો હતો. વર્ષાની માતા મધુબેન મકવાણાએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે યુવતીને હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવી છે.

હાલમાં રમોલ પોલીસે મૃતક યુવતીના માતાની ફરિયાદના આધારે પતિ, સાસુ, સસરા, દાદી સાસુ, દિયર, ણ નણંદ એમ કુલ 6 લોકોની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તાપસ હાથ ધરી છે.

આ પણ વાંચો - તહેવારોમાં વતન જતાં મુસાફરોને મંત્રીનો અનુરોધ, હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratGujarat Firstin-lawsmaitri makwanamarried womansuicide
Next Article