Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા...’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી

Ahmedabad: હું અને મારા પપ્પા બેકસૂર છીએ. Sorry My Family. હું તમને છોડીને જાવ છું, પણ હું પોતાને અને મારી ફેમિલીને બેકસૂર સાબિત કરવા માટે...
ahmedabad  ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા   ’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી
Advertisement
  1. બુટલેગરના ત્રાસથી રાણીપમાં 21 વર્ષીય યુવકનો આપઘાત
  2. મૃતકે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી
  3. મૃતક ચિરાગે સ્યુસાઈડ નોટમાં લખ્યું આત્યહત્યાનું કારણ

Ahmedabad: ગુજરાતમાં એકબાજુ દારૂબંધી હોવાનું કહેવાય છે પરંતુ બીજી બાજુ બુટલેગરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ફરી એકવાર બુટલેગરના ત્રાસથી એક યુવાને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ (Ahmedabad)માં બુટલેગરના ત્રાસથી રાણીપમાં 21 વર્ષીય યુવકે આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે. રાણીપ જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે આવી જઈ આપઘાત કર્યો હોવાની વિગતો મળી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: એકલા દીવ ફરવા જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ સમાચાર વાંચી લો નહીં તો...

Advertisement

ચિરાગ રાઠોડ નામના 21 વર્ષીય યુવકે આપઘાત કર્યો

મળતી જાણકારી પ્રમાણે, અમદાવાદ (Ahmedabad)ના રાણીપ કાળીગામ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતા ચિરાગ પ્રતાપ રાઠોડ નામના 21 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. એટલું જ નહીં પરંતુ મૃતકે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે શા માટે આત્મહત્યા કરવી પડી તેનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે, અત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.  આ સાથે સાથે લોકો આ મામલે બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરે તેવી પણ માંગણીઓ થઈ રહીં છે.

આ પણ વાંચો: Porbandar નજીકથી પસાર થતી એક શીપના રશિયન કેપ્ટનનો જીવ બચાવાયો, વાંચો આ અહેવાલ

‘હું અને મારા પપ્પા બેકસૂર છીએ’: મૃતક ચિરાગ

આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટમાં ચિરાગે લખ્યું કે, હું અને મારા પપ્પા બેકસૂર છીએ. Sorry My Family. હું તમને છોડીને જાવ છું, પણ હું પોતાને અને મારી ફેમિલીને બેકસૂર સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. તેથી માટે આ કરવું પડે છે. I am Guily...’ અત્યારે ચર્ચાઓ એવી થઈ રહીં છે કે, બુટલેગરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. એટલું જ નહીં પરંતુ મૃતક યુવકના પિતાએ એક માસ પહેલા બુટલેગર વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી. જેથી અરજીની અદાવત રાખી બુટલેગર યુવકને પરેશાન કરી રહ્યો હતો. જેથી આજે તેણે પોતાની જીવન ટૂંકાવી દીધું છે.

આ પણ વાંચો: Ambaji નજીક ત્રિશુલિયા ઘાટ પર ફરી એકવાર લક્ઝરી બસને નડ્યો અકસ્માત

Tags :
Advertisement

.

×