Ahmedabad: સગીર બાળકો કરી રહ્યા છે દારૂની હેરાફેરી, બોડકદેવ પોલીસે એક છોકરાની કરી ધરપકડ
- અમદાવાદની બોડકદેવ પોલીસે દારુની હેરાફેરી પકડી
- વિદેશી દારૂની 6 બોટલ અને એક્ટિવા સાથે એક સગીરને ઝડપ્યો
- બુટલેગરે દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કીમિયો
Ahmedabad: ગુજરાતમાં આમ તો દારૂબંદી છે પરંતુ એ માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ની બોડકદેવ પોલીસ (Bodakdev Police)એ દારુની હેરાફેરી પકડી પાડી છે. અમદાવાદ (Ahmedabad) જેવી મેટ્રો સિટીમાં પણ મોટા પાયે દારૂ વેચાય છે? આ માત્ર સવાલ નથી સવાલમાં છુપાયેલો જવાબ પણ છે. નોંધનીય છે કે, બોડકદેવ પોલીસ (Bodakdev Police)એ વિદેશી દારૂની 6 બોટલ અને એક્ટિવા સાથે એક સગીરને ઝડપી પાડ્યો છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: 1 કરોડનું ડ્રગ્સ ફેંકીને ફરાર થયેલો આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!
બુટલેગરે દારૂની હેરાફેરી માટે નવો જ કીમિયો અપનાવ્યો
દારૂ વેચવા માટે બુટલેગરો અત્યારે પોલીસેને ચકમો આપવામાં માટે નવી નવી રીતે શોધી કાઢતા હોય છે. નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad)માં પણ બુટલેગરે દારૂની હેરાફેરી માટે નવો જ કીમિયો અપનાવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં સગીર દારૂની હોમ ડિલિવરી કરતો ઝડપાયો છે. મહત્વની અને ચિંતાની વાત તો એ છે કે, સગીર વયને છોકરો દારૂની હેરાફેરી કરતો હતો. તે પછી તેનું ભવિષ્ય કેવી હશે? આવી રીતે તો તે પણ બુટલેગર જ બનાવાનો તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.
આ પણ વાંચો: ગૌવંશનું કતલ કરી હિન્દુઓની લાગણી દુભાવનાર વિધર્મી શખ્સને કોર્ટે ફટકારી આ સખત સજા
સગીરને પગાર સહિત કમિશન પણ મળતું હતું
મળતી વિગતો પ્રમાણે બુટલેગર અંકિત પરમારે સગીર બાળકને નોકરી પર રાખ્યો હતો. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, સગીરને પગાર સહિત એક બોટલના વેચાણ પર કમિશન પણ મળતું હતું. આવી રીતે જ જો શહેરમાં સગીર વયના બાળકોને ગુનાહીત પ્રવૃતિમાં ધકેલવમાં આવશે તો શહેરનું ભવિષ્ય અને કાયદાની વ્યવસ્થા કેવી હશે? આવી રીતે તો શહેરમાં અનેક રહીસો પેદા થશે! જો કે, પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે. પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગર સગીર પાસે દારૂની હેરાફેરી કરાવતો હતો. પોલીસે વોન્ટેડ મુખ્ય બુટલેગર અંકિત પરમારની શોધખોળ શરૂ કરી દીધી છે. તેની સામે કાર્યવાહી થવી ખુબ જ આવશ્યક છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત, ગુજરાતનાં આ 25 પોલીસકર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત