Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી મહત્ત્વપૂર્ણ બેઠક

અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિક સમસ્યા માટે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજઈ ચર્ચા કરી, સૂચનો આપ્યા બેઠકમાં ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, DGP, મ્યુનિ. કમિશનર હાજર રહ્યા મુખ્ય પોલીસ અધિકારી, પોલીસ કમિશનર, શહેર પોલીસ અધિકારીઓ હાજર રહ્યા અમદાવાદ...
ahmedabad   શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી મહત્ત્વપૂર્ણ બેઠક
  1. અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિક સમસ્યા માટે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજઈ ચર્ચા કરી, સૂચનો આપ્યા
  3. બેઠકમાં ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, DGP, મ્યુનિ. કમિશનર હાજર રહ્યા
  4. મુખ્ય પોલીસ અધિકારી, પોલીસ કમિશનર, શહેર પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગૃહ રાજ્યમંત્રીનાં (Harsh Sanghvi) અધ્યક્ષપદે અમદાવાદ શહેરનાં ટ્રાફિક પ્રશ્નોનાં નિવારણ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિદેશક (Director General of Police) અને મુખ્ય પોલીસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner), અમદાવાદ શહેર અને પોલીસ કમિશનર અમદાવાદ શહેર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની ગૃહ રાજ્યમંત્રીએ લીધી મુલાકાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદઘાટન

બેઠકમાં શહેરમાં ટ્રાફિકનાં પ્રશ્નો, સમસ્યા અને ઉકેલ માટે ચર્ચા થઈ

મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્રાફિકનાં પ્રશ્નો, ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સંયુક્ત બેઠક યોજીને સુચના આપી હતી. અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સ્થળ વિઝિટ કરવા સૂચના આપી હતી. તેમ જ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાનાં ઝોનલ અધિકારીએ દર 15 દિવસે મિટિંગ કરીને ટ્રાફિકનાં પ્રશ્નોની સમસ્યાનાં ઉકેલ માટે તાકીદ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Morbi : 'હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.' : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

Advertisement

દર 2 મહિને બેઠક કરવા સૂચના આપી

ઉપરાંત, દર મહિને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરએ મિટિંગ કરવાની તેમ જ દર 2 મહિને શહેરી વિકાસ વિભાગનાં (Urban Development Department) અધિક મુખ્ય સચિવ અને ગૃહ વિભાગનાંઅધિક મુખ્ય સચિવ કક્ષાએ (Additional Chief Secretary of Home Department) સમીક્ષા બેઠક યોજીને ગૃહરાજ્યમંત્રીને અહેવાલ આપવા સૂચના આપી છે.

આ પણ વાંચો - Rain in Gujarat : રાજ્યનાં આ જિલ્લાઓમાં મેહુલિયો મન મૂકી વરસ્યો, સુરતમાં 700 વિદ્યાર્થી ફસાયા!

Tags :
Advertisement

.