Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : પુર ઝડપે જતી કારની અડફેટે ચઢી સાયકલ સવાર જોડી, ચાલક ફરાર

AHMEDABAD : પાછળથી એક કાર પુર ઝડપે આવે છે. અને ડમ્પરને કટ મારીને આગળ જવા જતા બંને સાયકલ સવારને અડફેટે લઇ લે છે
ahmedabad   પુર ઝડપે જતી કારની અડફેટે ચઢી સાયકલ સવાર જોડી  ચાલક ફરાર
Advertisement

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) માં ઝડપખોરોનો ત્રાસ યથાવત હોવાની વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ હાઇકોર્ટ ઓવર બ્રિજ પર હીટ એન્ડ રન (AHMEDABAD HIT AND RUN - HIGHCOURT OVER BRIDGE) ની ઘટના આજે મોડી સાંજે સામે આવી છે. આ ઘટનામાં સાયકલ પર જઇ રહેલા એક મહિલા અને એક પુરૂષને અજાણ્યા કાર ચાલક દ્વારા ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે. હાલ આ મામલે એસજી હાઇવે - 1 ટ્રાફીક પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

અજાણ્યા કાર ચાલક દ્વારા ટક્કર મારતા ઇજાગ્રસ્ત

અમદાવાદમાં પોલીસ તંત્રના આટઆટલા પ્રયત્નો છતાં પણ ઝડપખોરો પર લગામ કસવામાં જોઇએ તેવી સફળતા મળી નથી રહી. આજરોત અમદાવાદના હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, એક મહિલા અને એક પુરૂષ હાઇકોર્ટ ઓવરબ્રિજ પરથી સાયકલ પર જઇ રહ્યા હતા. તેવામાં તેમને અજાણ્યા કાર ચાલક દ્વારા ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની ઓળખ ડો. અનીસ અને ક્રિષ્ના શુક્લ તરીકે કરવામાં આવી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

ડની એક તરફ સાયકલ ચલાવી રહ્યા છે

આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં બે સાયકલ સવાર બ્રિજના રોડની એક તરફ સાયકલ ચલાવી રહ્યા છે. તેવામાં પાછળથી એક કાર પુર ઝડપે આવે છે. અને ડમ્પરને કટ મારીને આગળ જવા જતા બંને સાયકલ સવારને અડફેટે લઇ લે છે. આ અકસ્માત સર્જ્યા બાદ ચાલક જાણે કંઇ થયું જ ના હોય તેમ સ્થળ પરથી ગાયબ થતા સીસીટીવીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.

Advertisement

કાર ચાલકની ભાળ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા

ઘટના બાદ અજાણ્યા કાર ચાલક સામે એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ સીસીટીવીના આધારે કાર ચાલકની ભાળ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ ઝડપના શોખીનો પર લગામ કસવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે, તેવો લોકોમાં ગણગણાટ છે.

આ પણ વાંચો -- VADODARA : અગોરા મોલને રૂ. 711 કરોડનું દેવું, ઇ-ઓક્શનની પ્રક્રિયા શરૂ

Tags :
Advertisement

Trending News

.

×