Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહેશે 3 કિલોમીટરની તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાશે Ahmedabad: સ્વતંત્રતા પર્વની (Independence Day)ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે...
ahmedabad  કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
  1. અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
  2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહેશે
  3. 3 કિલોમીટરની તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાશે

Ahmedabad: સ્વતંત્રતા પર્વની (Independence Day)ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદ(Ahmedabad)માં ભવ્ય તિરંગા યાત્રા (Tricolor Yatra)યોજાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડીયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah)અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)જોડાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી નિકોલ (Viratnagar to Nikol Tiranga Yatra)સુધી તિરંગા યાત્રા યોજાશે.

Advertisement

1000થી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓ હાજર રહેશે.

તિરંગા યાત્રાને પગલે રૂટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.. ફુવારા સર્કલ થઈ ઓઢવ રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફુવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો 300 મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. શહેરના પૂર્વ વિસ્તારમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના હોવાથી સમગ્ર તિરંગા યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સમગ્ર રૂટ ઉપર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી ક્યાંય પણ ભીડભાડ ન થાય તેને ધ્યાનમાં રાખી 1000થી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓ હાજર રહેશે. બપોરે ત્રણ વાગ્યાથી વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસથી કેનાલ થઈને ખોડીયાર નિકોલ મંદિર સુધીના રોડ વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.

આ પણ  વાંચો -Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર

Advertisement

વિરાટનગરના કેસરીનંદન ચોકથી નિકોલ સુધીની યાત્રા

અમદાવાદના વિરાટનગરના કેસરીનંદન ચોક થઈ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે. શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ, ફાયરના જવાનો, શાળાના બાળકો, રમતવીરો તથા વિવિધ સમાજના આગેવાનો અને અલગ-અલગ પંથ ધર્મના ધર્મગુરુઓ તેમનાં અનુયાયીઓ સહિત 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે.

આ પણ  વાંચો -Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે...

Advertisement

બિલ્ડિંગ, બ્રિજ, તિરંગા યાત્રાના રૂટને  રેશનીથી જગમગી ઉઠશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની તમામ મ્યુનિસિપલ કચેરી અને સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. અને તમામ ઐતિહાસિક બિલ્ડિંગ ,બ્રિજ વગેરે જગ્યાએ રોશની કરી શણગારવામાં આવશે. ખાસ કરીને શહેરના આઈકોનિક બિલ્ડિંગ, બ્રિજ, તિરંગા યાત્રાના રૂટ ઉપરની મિલકતો ઉપર તિરંગા થીમ આધારીત લાઈટીંગ કરવામાં આવશે.

Tags :
Advertisement

.