Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ભવ્ય તિરંગા યાત્રામાં શહેર થયું દેશભક્તિમાં લીન, લાખોની સંખ્યામાં ઉમટી જનમેદની

તિરંગા પદયાત્રામાં એક લાખની જનમેદની ઉમટી તિરંગા પદયાત્રાના માર્ગને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાયા Surat: આજે સુરત (Surat)માં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તિરંગા યાત્રામાં એક...
surat  ભવ્ય તિરંગા યાત્રામાં શહેર થયું દેશભક્તિમાં લીન  લાખોની સંખ્યામાં ઉમટી જનમેદની
  1. તિરંગા પદયાત્રામાં એક લાખની જનમેદની ઉમટી
  2. તિરંગા પદયાત્રાના માર્ગને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો
  3. વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાયા

Surat: આજે સુરત (Surat)માં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તિરંગા યાત્રામાં એક લાખની જનમેદની ઉમટી પડી હતી. બે કિલોમીટરની તિરંગા યાત્રાને લઈ વાય જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધીના માર્ગને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. યાત્રામાં પોલીસ બેન્ડ,અલગ અલગ વિભાગોના ટેબ્લૉ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આકર્ષણ જોવા મળી રહેશે. જે યાત્રામાં બીએસએફ, સીઆરપીએફ, રેપીડ ફોર્સ સહિત પોલીસના જવાનો પ્રથમ વખત સામેલ જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: મઘાસર જીઆઇડીસીમાં બંધ ફેકટરીની આડમાં ચાલતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ

Advertisement

તિરંગા યાત્રામાં એક લાખની જનમેદની ઉમટી પડી

સુરત (Surat)માં આજે યોજાવા જઈ રહેલી ભવ્ય તિરંગા યાત્રામાં વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાવાના છે. અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિતના કુલ 20 બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. રાજ્યમાં પ્રથમ વખત તિરંગા યાત્રામાં શસ્ત્ર દળો દ્વારા માર્ચ પાસ્ટ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ અને પોલીસ બેન્ડ સહિત વિવિધ વિભાગોના ટેબ્લો રજૂ કરવામાં આવશે. સાંજે છ વાગ્યાથી વાય જંકશન ખાતેથી યાત્રાની શરૂઆત થઈ હતી. યાત્રાને લઇ 19 ઠેકાણા ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 6510 ટુ વ્હીલ, 1970 ફોર વ્હીલર અને 400 બસની કેપેસિટી રાખવામાં આવી.

આ પણ વાંચો: RAJASTHAN : REEL ની ઘેલછામાં 7 બાળકોએ પાણીમાં ડૂબતાં ગુમાવ્યો જીવ, જાણો શું છે ઘટના

Advertisement

સાંજે છ વાગ્યાથી વાય જંકશન ખાતેથી શરૂ થઈ યાત્રા

આ તિરંગા યાત્રા (Surat)માં લાખોની સંખ્યામાં લોકો જોડાયા છે. કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ધારાસભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. શહેર ભાજપ દ્વારા પણ બુથ સ્તરથી આજે પાંચ લાખ તિરંગાઓનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે દરેક બુથ પરથી 150 તિરંગાનું વિતરણ કરાશે.

આ પણ વાંચો: Punjab Rail : પંજાબ મેલમાં આગની અફવાથી નાસભાગ મચી, 20 મુસાફરો ઘાયલ, 7 ની હાલત ગંભીર

Tags :
Advertisement

.