Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દરિયાપુરના મનપસંદ જીમખાનામાં રેડ પાડતા 25 શકુની સહિત કુલ 27ની ધરપકડ કરી

અહેવાલ - પ્રદીપ કચિયા અમદાવાદના મનપસંદ જીમખાનામાં ફરી એક વખત મોડી રાત્રે રેડ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી. રમીના ઓથા હેઠળ જુગાર રમાડતા ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને યુસુફખાંન પઠાણ નામના સંચાલકો સહિતના 27 જુગારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી. મહત્વનું છે...
02:50 PM Oct 03, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદીપ કચિયા

અમદાવાદના મનપસંદ જીમખાનામાં ફરી એક વખત મોડી રાત્રે રેડ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી. રમીના ઓથા હેઠળ જુગાર રમાડતા ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને યુસુફખાંન પઠાણ નામના સંચાલકો સહિતના 27 જુગારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી. મહત્વનું છે સ્કિલ ઓફ ગેમના નામે મનપસંદ જીમખાનામાં છેલ્લા કેટલાય સમયથી જુગાર રમાડવામાં આવતો હતો. એટલું જ નહીં ફેસ રિકોગ્નાઈઝ કેમેરાથી મેમ્બરો માટે તમામ સુખ સિવિધાઓ પણ જિમખાનામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.
મનપસંદ જીમખાનાની ઓળખ હવે માત્ર જુગારીઓનો અડ્ડો માનવામાં આવે છે.કારણ કે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા આ મનપસંદ ઝિમખાનામાં એક બે વખત નહીં પરંતુ અનેક વખત પોલીસ રેડ પાડી ચુકી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ત્યારે ફરી એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે રેડ કરી રોકડ ,મોબાઈલ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 27 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ જે સમય ત્યાં રેડ કરવા પહોંચી ત્યારે સંચાલક ગોવિંદ ઉર્ફે  ગામા પટેલ અને યુસુફ પઠાણ બન્ને સંચાલકો પણ ત્યાં હાજર હતા અને તેની સાથે આ ગેમમાં નાણાની અવેજમાં કોઈન ઉઘરાવતા લોકો પણ પોલીસને મળી આવ્યા હતા. કુલ 27 આરોપીઓની ધરપકડ કરી જુગારધારા કલમ 4 અને 5 હેઠળ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી.
 ક્રાઇમ બ્રાન્ચના PI જે એચ. સિંધવે જણાવ્યું હતું કે પોલીસની વાત માનીએ તો મનપસંદ જીમખાનામાં અગાઉ ચારેક વખત રેડ પડી જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમેં  પીસીબી અને સ્થાનિક પોલીસે પણ રેડ પાડી જુગારીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે હાલમાં ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રથમ વખત આ જીમખાનાની અંદર બનાવવામાં આવેલા હોલમાંથી 27 જુગારીઓની ધરપકડ કરવામાં આવી. આ જુગારીઓમાં કેટલાક લોકો પ્રતિદિનના મેમ્બર તરીકે પણ જુગાર રમવા અહીંયા આગળ આવતા હતા જેમના માટે ખાસ મેમ્બર આઈડી અને ફેસ રિકોગ્નાઈઝ કેમેરા પણ રાખવામાં આવ્યા હતા. જેની હાર જીતની ગણતરી જીમખાન જીમખાનાના સંચાલકો દ્વારા જ કરવામાં આવતી. એટલું જ નહીં મેમ્બરો પાસેથી પ્રતિદિન ડિસ્કાઉન્ટ સાથે નાણાની ઉઘરાણી કરી કેટલીક સુખ સુવિધાઓ પણ આપવામાં આવતી હતી. મહત્વનું છે કે પકડાયેલ આરોપી પૈકી સંચાલક ગોવિંદ અને યુસુફ અગાઉ પણ જુગારના કેસોમાં પકડાઈ ચૂકેલા છે ત્યારે પોલીસ આવી જીમખાનામાં જ્યારે પણ રેડ કરતી ત્યારે તેમને ગુમાસ્તાધારા અને હાઇકોર્ટના કેટલાક જજમેન્ટ બતાવી સ્કિલ ઓફ ગેમના જુગાર રમાડવામાં આવતો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad Crime BranchAhmedabad NewsDariyapur Gymkhanaraids
Next Article