Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વધુ એક સ્વામીનો Video વાઇરલ, હવે કાળભૈરવ ભગવાન અંગે કરી વિવાદાસ્પદ ટિપ્પણી!

જલારામ બાપા અંગે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલો વિવાદ હજુ શમ્યો નથી...
ahmedabad   વધુ એક સ્વામીનો video વાઇરલ  હવે કાળભૈરવ ભગવાન અંગે કરી વિવાદાસ્પદ ટિપ્પણી
Advertisement
  1. વિવાદાસ્પદ ટિપ્પણીનાં દોરમાં વધુ એક સ્વામીનો વીડિયો વાયરલ! (Ahmedabad)
  2. હવે કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વીડિયો આવ્યો સામે!
  3. કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી : સ્વામી
  4. કાળભૈરવે કહ્યું કે પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ : સ્વામી
  5. કાળભૈરવે કહ્યું કે અમને માફ કરો, અમારા પર કૃપા કરો : સ્વામી

Ahmedabad : વિવાદાસ્પદ ટિપ્પ્ણીનાં દોર વચ્ચે વધુ એક સાધુનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે, જેમાં સાધુ કાળભૈરવ ભગવાન (Kalbhairav) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે. આ વાઇરલ વીડિયોમાં સાધુ કહે છે કે, 'કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી અને કાળભૈરવે કહ્યું પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ. કાળભૈરવે કહ્યું કે અમને માફ કરો, અમારા પર કૃપા કરો'. સંપ્રદાયનાં વધુ એક સ્વામીનાં આ વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Kutch : હિન્દુ-મુસ્લિમ એક છે, ભારતમાં એકતામાં અનેકતા છે : હાજી જુમાભાઈ રાયમાં

Advertisement

Advertisement

જ્ઞાનપ્રકાશ સ્વામી બાદ વધુ એક સ્વામીનાં વીડિયોથી ખળભળાટ!

જલારામ બાપા (Jalaram Bapa) અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલો વિવાદ હજુ શમ્યો નથી. ત્યારે વધુ એક સ્વામીનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વાઇરલ વીડિયોમાં સંપ્રદાયનાં સ્વામી કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે. આ વાઇરલ વીડિયોમાં સ્વામી કહે છે કે, 'કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી. કાળભૈરવે કહ્યું કે પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ છે.'

આ પણ વાંચો - Surat : જ્ઞાનપ્રકાશ સ્વામી ગુમ થયા! મીડિયા સામે સાધકો હાથમાં હથોડી લઈ પહોંચ્યા

કાળભૈરવે કહ્યું કે પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ : સ્વામી

વાઇરલ વીડિયોમાં સ્વામી આગળ કહે છે કે, 'કાળભૈરવે કહ્યું અમને માફ કરો, અમારા પર કૃપા કરો. કાળભૈરવે હનુમાનજી પાસે કંઠી બંધાવી હતી.' આ વાઇરલ વીડિયો બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) કેટલાક કથિત કહેવાતા સ્વામીઓ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનાં નિવેદનો આપવામાં આવે છે અને સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Kheda : જીરા સોડા પીધા બાદ 3 લોકોનાં મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!