AHMEDABAD : અમદાવાદની ટ્રાફિક સમસ્યાઓમાં સતત થઈ રહ્યો છે વધારો, ટ્રાફિક પોલીસે કોર્ટમાં કર્યો સ્વીકાર
- અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો મામલો
- ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં કર્યું સોગંદનામુ
- 01 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી કરાયેલી કામગીરી નો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો
- અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસનો કોર્ટમાં સ્વીકાર
AHMEDABAD : અમદાવાદમાં (AHMEDABAD) ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે.આ વધતી ટ્રાફિક સમસ્યાને લઈને,ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.તેમાં 01 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધીની કામગીરીનો વિગતવાર અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો કે, અમદાવાદમાં (AHMEDABAD) ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે, અને તેની સમીક્ષા અને મોનિટરિંગનું કામ ચાલુ છે.
15 દિવસમાં ટ્રાફિકના અનેક ગુનાઓ સામે કડક કાર્યવાહી
15 દિવસની અંદર, ટ્રાફિક પોલીસે ગેરકાયદે પાર્કિંગના 11,974 ગુના નોંધ્યા છે, જેના બદલામાં 60.09 લાખનો દંડ વસૂલ્યો છે. 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા, જે બદલ 22,94,700 રૂપિયાનો દંડ વસૂલ્યો. આ ઉપરાંત, 236 ગુના ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધાયા છે, અને ટ્રાફિક નિયમો તોડનાર સામે 71 ગુના નોંધવામાં આવ્યા છે.
01 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓ સામે નોંધેલા કેસ અને દંડ :
1. સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ કરવામાં આવ્યા જ્યારે 14,86,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો
2. રોંગ લેન ડ્રાઇવિંગ બદલ 20 કેસ કરવામાં આવ્યા 10,000 નો દંડ
3. ટુ વ્હીલર પર બેથી વધુ લોકો સામે 2,933 કેસ કરવામાં આવ્યા જે પૈકી 2,99,600 દંડ વસૂલ કરાયો
4. હેલ્મેટ વિના 28,099 કેસ 1,31,87,100 નો દંડ વસુલાયો.
5. નો પાર્કિંગ બદલ 15312 કેસ જેમાં 8303700 દંડ વસૂલ કરાયો
6. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ 486 ગુના 2,43,500 દંડ
7. રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ 2548 કેસ કરાયા જેમાં 12,93,500 નો દંડ વસૂલાયો
[10:06 am, 20/8/2024] Kalpin Trivedi: 8. દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ 324 કેસ 14,81,000 નો દંડ વસૂલ કરાયો
9. ફેન્સી નંબર પ્લેટ બદલ 245 કેસ જ્યારે 89700 નો દંડ વસૂલાયો
10. ગાડીમાં ડાર્ક ફિલ્મ ના ઉપયોગ બદલ 378 કેસ અને એક વખત 1,94,600 નો દંડ વસૂલાયો
11. ભયજનક ડ્રાઇવિંગ બદલ 1688 કેસ અને 34 લાખ 76 હજાર નો દંડ વસૂલ કરાયો
12. ઓવર સ્પીડિંગ બદલ 4652 કેસ અને 10387500 દંડ વસૂલાયો
13. રેડ લાઈટ વાયોલેશન બદલ 30,868 કેસ 21260700 દંડ વસૂલાયો
આ પણ વાંચો : RAJKOT : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રથમવાર યોજાશે 'ધરોહર' લોકમેળો, લોકોની સુરક્ષા ઉપર હજી પણ પ્રશ્નાર્થ!