Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ બૌડા વિભાગ દોડતું થયું..

ગડખોલ ગામના પી.એમ. નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બૌડા એ નોટિસ પાઠવી હતી. આગામી 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી. બૌડા દ્વારા સ્થળ તપાસ કરી પંચકેશ કરી મકાન માલિકને 7દિવસમાં પુરાવા...
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ બૌડા વિભાગ દોડતું થયું

ગડખોલ ગામના પી.એમ. નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બૌડા એ નોટિસ પાઠવી હતી. આગામી 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી. બૌડા દ્વારા સ્થળ તપાસ કરી પંચકેશ કરી મકાન માલિકને 7દિવસમાં પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે.

Advertisement

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનમાં ધાબા પર પી.એમ. નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૂર્તિ સાથે રામમંદિર બનાવ્યું છે. જે અંગે ગામના જાગૃત નાગરિક મનસુખ રાખશીયા દ્વારા બૌડામાં બાંધકામ બિન અધિકૃત હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ બિન અધિકૃત બાંધકામ તૂટતા અટકાવવા મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પી.એમ. નરેન્દ્ર મોદી અનેસી.એમ યોગી ની મૃતિ ને લઇ ચર્ચામાં આવેલ મંદિર છેલ્લા 5 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

Advertisement

ગત રોજ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરોપ બાદ અંતે બૌડા વિભાગ વહેલી સવારથી જ સ્થળ તપાસ શરુ કરી હતી અને સ્થળ પર દોડી આવી પંચકેશ કરી રોજ કામ કર્યું હતું. અને બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા પરબનાવેલ મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન સાતની નોટિસ પાઠવી હતી. સમગ્ર મામલે હવે બૌડા દ્વારાઆગામી 7 દિવસ બાદ જો પુરાવા રજૂ ના કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે. ત્યારે ખરેખરબાંધકામ અને તેના પર બનેલા મંદિરની કાયદેસરતા પર સવાલ ઉભા થયા છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યુંછે.

દસ્તાવેજી પુરાવા જોયા બાદ નિર્ણય લઇશું બૌડા અધિકારી નીતિન પટેલ એ જણાવ્યું હતું કે, પ્રાથમિક સ્થળ તપાસ કરી છે. પંચકેશ કરી જરૂરી કાર્યવાહીના ભાગ રૂપે 7 દિવસમાં જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી છે. તે જોયા બાદ નિર્ણય લઇશું.

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા 

આ પણ વાંચો -- RTI એક્ટિવિસ્ટ સામે લાલ આંખ કરવામાં આવી, CM ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચના પાઠવી

Tags :
Advertisement

.