Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ONLINE GAMING માં હાર્યા બાદ ભાઈએ જ ઘરમાં કરી ચોરી, પોલીસે ગણતરીના કલાકમાં પકડ્યો

કુતિયાણાના જુણેજ ગામે પાંચ લાખની ચોરીની ફરિયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ બનાવવામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કૌટુંબિક ભાઈએજ પાંચ લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ઓનલાઇન ગેમિંગમાં ( ONLINE GAMING ) હાર બાદ ચોરે ચોરી કરી હોવાનું સામે...
online gaming માં હાર્યા બાદ ભાઈએ જ ઘરમાં કરી ચોરી  પોલીસે ગણતરીના કલાકમાં પકડ્યો

કુતિયાણાના જુણેજ ગામે પાંચ લાખની ચોરીની ફરિયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ બનાવવામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કૌટુંબિક ભાઈએજ પાંચ લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ઓનલાઇન ગેમિંગમાં ( ONLINE GAMING ) હાર બાદ ચોરે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ONLINE GAMING માં હાર; કૌટુંબીક ભાઇએ પાંચ લાખ ચોરી નાખી

આજના આધુનિક યુગમાં જુગાર પણ હવે મોબાઈલના માધ્યમથી અલગ અલગ રીતે રમાઈ રહ્યા છે .આવા જુગારીઓને તો પોલીસ સમયાંતરે પકડી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના જુણેજ ગામે તાજેતરમા સુધીરભાઈ ગઢીયાના મકાનમાં પાંચ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી આ ચોરી તેના જ કૌટુંબિક ભાઈ સાગર ગઢીયાએ કરી હોવાનું સામે આવ્યું છે આ સાગર ગઢીયા નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમિંગ રમતો હોવાનું અને હાર બાદ તેને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી 100 % મુદ્દામાલની રીકવરી કરતી કુતિયાણા પોલીસ

ગઇ તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ ફરીયાદી સુધીરભાઈ પરસોતમભાઈ ગઢીયાએ કુતિયાણાના પો.સ્ટે. આવી જાહેર કરેલ કે, ગઇ તા.૧૧/૦૫/૨૦૨૪ ના ક.૧૪/૦૦ થી તા.૧૩/૦૫/૨૦૨૪ ના ક.૧૧/૦૦ દરમ્યાન કોઈપણ સમયે પોતાના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ રોકડા રૂ.500,000નો મુદ્દામાલની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ નોંધાવતા કુતિયાણા પો.સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ હતો. જે ગુનાનો ભેદ ઉકલવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ખાસ સુચના આધારે પો.સબ.ઇન્સ. કે.એન.ઠાકરીયા તથા કુતિયાણા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો કુતિયાણા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલિંગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. પિયુષ રામજીભાઇ ઓડેદરાને બાતમી મળેલ કે ફરીયાદી સુધીરભાઈ ના કૌટુંબીક ભાઇ સાગર અરજનભાઈ ગઢીયા જેઓ છેલ્લા ઘણા સમય થી મોબાઇલ ફોનમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયેલ હોય અને તેમણે ચોરીના બનાવને અંજામ આપેલ હોવાની ચોક્કસ હકિકત મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે શકદાર ઇસમના રહેણાંક મકાનની ઝડતી કરતા રોકડા રૂ.૫,૦૦,૦૦૦/- ભરેલ થેલો મળી આવેલ જેથી આ રૂપિયા બાબતે ઉંડાણ પુર્વક પુછ-પરછ કરતા રોકડા રૂપિયાની સુધીરભાઇના ઘરેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ધોરણસર અટક કરી ગણતરીના દિવસોમાંગુનાનો ભેદ ઉકેલી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

કામગીરીમાં કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.એન.ઠાકરીયા તથા પો.હેડ.કોન્સ ચેતનભાઈ ગીગાભાઈ મોઢવાડીયા, પિયુષ રામજીભાઈ ઓડેદરા તથા પો.કોન્સ. અક્ષયકુમાર જગતસિંહ ઝાલા, વિજય ખીમાણંદભાઇ ગાગીયા, અશ્વિન વેજાભાઇ વરૂ, રામશી વિરાભાઇ લુવા, મહેશ મેરામણભાઇ મુસાર વિગેરે રોકાયેલ હતા.

Advertisement

અહેવાલ : કિશન ચૌહાણ 

આ પણ વાંચો : અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, તૈયાર રહેજો હવે…!

Tags :
Advertisement

.