CHHOTA UDEPUR : આધારકાર્ડ માટે મોકાણના સમાચાર GUJARAT FIRST દ્વારા ચલાવવામાં આવતા તંત્ર સફાળુ જાગ્યું
CHHOTA UDEPUR : છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) તાલુકાના બે આઇ.સી.ડી.એસ કેન્દ્રો ઉપર મશીન ખોટકાતા આધારકાર્ડની કામગીરી માટે અનેક અરજદારોને પારવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો હોવાના સમાચાર GUJARAT FIRST દ્વારા બે દિવસ અગાઉ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને મહિલાઓ તેમજ માસુમ બાળકોની થતી દયનીય હાલત અંગે ચિંતા વ્યક્ત કરી તંત્રના વાહકોને જગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ફરી એક વખત દેખાઈ GUJARAT FIRST ના અહેવાલની અસર
ગુજરાત ફર્સ્ટ હંમેશા તમારી સાથે અને તમારી માટેના સ્લોગન ઉપર કામ કરી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું કાર્ય કરે છે. આ પહેલા પણ છોટાઉદેપુર જિલ્લાની પ્રજાની સમસ્યાને વાચા આપતા અનેક સમાચારો પ્રકાશિત થયા બાદ પ્રજાને સવલતો પ્રાપ્ત થઈ હોય તેના અનેક દ્રષ્ટાંત હયાત છે. તેવી જ રીતે છોટાઉદેપુર GUJARAT FIRST ની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ તેમજ નાના બાળકો માટે ખાસ સવલતના ભાગરૂપે ઉભા કરાયેલા દસ બ્લોકોમાંથી બે બ્લોક ઉપર આધાર કાર્ડ કામગીરી ઠપ થઈ જતા તેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર સફાળું જાગી ઉઠ્યો હતુ. અને તમામ બ્લોક ઉપર નિરંતર કામગીરીનો પ્રારંભ તથા પ્રજામાં આનંદ જોવા મળી આવ્યો હતો.
જિલ્લા પ્રોગ્રામ અધિકારીએ જાતે આઇસીડીએસ કેન્દ્રોની મુલાકાત લીધી
પ્રારંભ થયેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા પ્રોગ્રામ અધિકારી જાતે આઇસીડીએસ કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. અરજદારોને મળતી સેવાની પૂછતાછ કરવામાં આવી હતી. અરજદારોએ તંત્ર તેમજ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : VADODARA : જરોદ NDRF કેમ્પનો જવાન એકાએક લાપતા