Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Project : વલસાડની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો

Project : હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે તો ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવાના હેતુ સાથે વલસાડ (Valsad )ની એક પ્રાથમિક...
project    વલસાડની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો

Project : હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે તો ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવાના હેતુ સાથે વલસાડ (Valsad )ની એક પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો (unique life saving window)  પ્રોજેક્ટ (Project)  ઉપયોગી સાબિત થઈ શકે છે. આવનાર સમયમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની સાથે આ લાઇફ સેવિંગ વિન્ડો પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ નાનકડા ગામના આદિવાસી પરિવારના બાળકની કૃતિનો પ્રોજ્કટ (Project) હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાનમાં પ્રદર્શિત થવા જઈ રહ્યો છે આથી ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

Advertisement

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

વલસાડ (Valsad) જિલ્લાના પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જિયાંશ મનીષભાઈ પટેલ નામના વિદ્યાર્થી અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલે એક અનોખી કૃતિ બનાવી છે. આ કૃતિની રાષ્ટ્રીય કક્ષાએ થી લઇ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઇ છે આથી આ બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.

Advertisement

લાઇફ સેવિંગ વિન્ડો દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ

ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ બનાવેલી આ કૃતિનું નામ છે લાઈફ સેવિંગ વિન્ડો આ લાઇફ સેવિંગ વિન્ડો જોવામાં સામાન્ય લાગશે પરંતુ તેનો ઉપયોગ અને મહત્વતા જાણીને આપને પણ નવાઈ લાગશે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે શહેરોમાં હાઈ રાઇઝ બિલ્ડીંગો બનતી થઈ છે ત્યારે આ હાયરાઇઝ બિલ્ડીંગોમાં જ્યારે આગની દુર્ઘટના બને છે. ત્યારે આવા સમયે ક્યારેક બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ પણ કામ લાગતી નથી અને બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને મદદ પહોંચતા સમય લાગે છે. આથી આવી આગની ઘટનાઓમાં અનેક લોકો એ જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ થઈ શકે છે. અને બહારથી કોઈ મદદ પહોંચે એ પહેલા જ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાની જાતેજ જ પોતાના જીવ બચાવી શકે છે.

દુર્ઘટના વખતે સૌથી મહત્વની

મહત્વનું છે કે વર્તમાન સમયમાં શહેરીકરણ વધી રહ્યું છે.શહેરોમાં હાઈ રાઈઝ બિલ્ડીંગો બની રહી છે.જોકે હાઈ રાઈઝ બિલ્ડીંગોમાં જ્યારે આગની ઘટનાઓ બને છે ત્યારે બિલ્ડિંગમાં રહેતા અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે આવી દુર્ઘટનાઓમાં અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. થોડા વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગની ઘટના માં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો. ત્યારે ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ કૃતિ આવી દુર્ઘટના વખતે સૌથી મહત્વની પુરવાર થઈ શકે છે.

Advertisement

બારીની ગ્રીલ લગાવવામાં આવે છે એવી જ રીતે આ લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે

નજીવા ખર્ચે જ બિલ્ડીંગોમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે એવી જ રીતે આ લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે જે સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. અને આગ લાગે એ વખતે જ આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડી નો આકાર બને છે. આથી બિલ્ડીંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડી થી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે.

આ કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મુકવામાં આવશે

આ લાઇફ સેવિંગ વિન્ડો કૃતિ ને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાથી લઈ આ કૃતિ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષા થી હવે આંતરરાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામી છે અને હવે આ કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મુકવામાં આવશે. અને આ નાનકડા ગામ નો આદિવાસી બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભા નો પરિચય કરાવી ન માત્ર વલસાડ જિલ્લા કે ગુજરાત પરંતુ સમગ્ર દેશ નું નામ રોશન કરવા જઇ રહ્યો છે આથી શાળાના શિક્ષકો અને ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે.

અત્યાર સુધી તક્ષશિલા જેવી અનેક ઘટનાઓ બની ચુકી છે

સમગ્ર દેશમાં વધતા શહેરીકરણ અને હાઈ રાઈઝ બિલ્ડીંગોમાં આગ જેવી હોનારતો બનતી હોય છે. અત્યાર સુધી તક્ષશિલા જેવી અનેક ઘટનાઓ બની ચુકી છે જેમાં અસંખ્ય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જો વલસાડ ની આ ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ બનાવેલી આ લાઇફ સેવિંગ વિન્ડો કૃતિ પર વધુ સંશોધન કરી અને નવી નિર્માણ પામનાર બિલ્ડિંગો માં આ સિસ્ટમ ફીટ કરવામાં આવે તો આ લાઇફ સેવિંગ વિન્ડો અનેક લોકોના જીવ બચાવી શકે છે સાથે જ આવી દુર્ઘટનાઓ વખતે જાનહાનિ પણ અટકી શકે છે. જોકે અત્યારે તો આ આદિવાસી વિસ્તારની શાળામાં ભણતા બાળક ની પ્રતિભાની આંતરરાષ્ટ્રિય કક્ષાએ નોંધ લેવાઈ રહી છે આથી ગામ લોકો માં ઉત્સાહનો માહોલ છે.

અહેવાલ--રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ

આ પણ વાંચો----AMBAJI : માલધારી સમાજ અને ઠાકોર સમાજે સરકાર સામે 10 માંગણી રજૂ કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.