Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાળંગપુરમાં શતામૃત મહોત્સવમાં અનોખું આયોજન

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે. આ મહોત્સવમાં હવાઈ મહોત્સવ સાથે હેલિકોપ્ટરના મધ્યમથી પુષ્પ વર્ષા થાય તેવું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે બોટાદ જિલ્લાના બરવાળા...
સાળંગપુરમાં શતામૃત મહોત્સવમાં અનોખું આયોજન
Advertisement

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે. આ મહોત્સવમાં હવાઈ મહોત્સવ સાથે હેલિકોપ્ટરના મધ્યમથી પુષ્પ વર્ષા થાય તેવું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

Advertisement

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં અનેક કાર્યક્રમોના આયોજન સાથે વિશેષ હવાઈ મુસાફરીનું આયોજન પણ કરાયું છે.જેમાં ભાવિક ભક્તો સામાન્ય શુલ્ક સાથે હેલીકોપ્ટરમાં બેસી સમગ્ર સાળંગપુર ધામની પ્રદક્ષિણા દર્શન સાથે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાને પુષ્પ વર્ષા કરી રહ્યા છે.

પુષ્પ વર્ષા કરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે

હેલીકોપ્ટર મારફતે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિને પુષ્પ વર્ષા તેમજ સાળંગપુર ધામના હવાઈ દર્શન કરવા ભાવિક ભક્તો સહ પરિવાર ઉત્સાહ સાથે હેલીકોપ્ટર મુસાફરી કરી રહ્યાં છે. અને સાળંગપુર ધામના આકાશી દર્શન અને કિંગ ઓફ સાળંગપુર વિશાળકાય પ્રતિમાને પુષ્પ વર્ષા કરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે.

તમામ ઈમરજન્સી સેવા અને સુવિધાઓ પણ સ્થળ પર રાખવામાં આવી છે

શતામૃત મહોત્સવ અંતર્ગત હવાઈ દર્શન અને પુષ્પ વર્ષાની જીવન ભરની યાદગીરી સાથે અનોખી લાગણી વ્યક્ત કરી રહ્યા છે, તો હેલીપેડ ખાતે ફાયર બ્રિગેડ ના જવાનો ફાયર ફાઈટર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એમ્બ્યુલન્સ સહિતની તમામ ઈમરજન્સી સેવા અને સુવિધાઓ પણ સ્થળ પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો - ગોંડલ પાસેથી દારૂની 55000 બોટલ ઝડપાઈ, 70.40 લાખનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×