Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેમદાવાદના છાપરા ગામમાં સરપંચ એસોસિયેશનની કારોબારી બેઠક યોજાઈ

આજે મહેમદાવાદ તાલુકાના છાપરા ખાતે મહેમદાવાદ તાલુકાના તમામ સરપંચોની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી બેઠકમાં તમામ ગામના સરપંચ સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ ચૌહાણ ઉપ-પ્રમુખ ગણપતભાઈ ચૌહાણ કારોબારી વિક્રમભાઈ પટેલ સહિત તમામ ગામોના સરપંચો સાથે રહી કાર્યક્રમ યોજાયો...
મહેમદાવાદના છાપરા ગામમાં સરપંચ એસોસિયેશનની કારોબારી બેઠક યોજાઈ

આજે મહેમદાવાદ તાલુકાના છાપરા ખાતે મહેમદાવાદ તાલુકાના તમામ સરપંચોની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી બેઠકમાં તમામ ગામના સરપંચ સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ ચૌહાણ ઉપ-પ્રમુખ ગણપતભાઈ ચૌહાણ કારોબારી વિક્રમભાઈ પટેલ સહિત તમામ ગામોના સરપંચો સાથે રહી કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

આ બાબતે સરપંચના પ્રમુખ પ્રહલાદભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એટીવીટીના કામો. 15% ના કામો અમુક ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ નથી મળવી તે મળવી જોઈએ જે ગામમાં ગટર લાઈનનું કામ પૂર્ણ થયું હોય તો તે ગામમાં અન્ય કામ આપવા જે ગામોમાં વાસ્મો પ્રોજેક્ટની  એફડી મળી છે તે વટાતી નથી.

Advertisement

આ બાબતે તેઓએ વધુ જણાવ્યું હતું કે, તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી હતી તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન આ તમામને મિટિંગમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું પણ કોઈ આવ્યું ન હતું. અમુક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી અનિયમિત સમય આવતા હોય છે તે મુખ્ય રજૂઆત કરવામાં આવી.

Advertisement

તાલુકામાં 64 જેટલી ગ્રામ પંચાયતોમાંથી માત્ર દસ જ ગામોમાં તલાટી રેગ્યુલર આવે છે. અમુક ગ્રામ પંચાયતોમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ આપવામાં આવે છે.  આ બાબતે કાચ્છાઇ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ એ રજૂઆત કરી હતી કે, તેમની ગ્રામ પંચાયતમાં તલાટી નિયમિત આવતા ન હોવાથી રજુઆત કરવામાં આવી અને ગ્રામપંચાયતમાં નવા તલાટી કે આ તલાટી સમયસર આવે તેવી માંગણી કરવામાં આવી.

આ બાબતે સાદરા ગામના સરપંચ બાબુભાઇ ચૌહાણ એ જણાવ્યું હતું કે અમારા સરપંચોની રજુઆત કોઈ અધિકારી કે નેતાઓ સાંભળતા નથી 15 માં નાણાં પંચ ના પૈસા બાબતે રજુઆત કરાઈ. આમ તમામ મુદ્દાઓ પર સરપંચ એ સરપંચ એસોસિયેશન ના પ્રમુખને રજુઆત કરી હતી.

અહેવાલ - કિશન રાઠોડ 

આ પણ વાંચો -- ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ બૌડા વિભાગ દોડતું થયું..

Tags :
Advertisement

.