Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખંભાળિયાના પેટ્રોપ પંપમાં વિકરાળ આગ ફાટી નીકળતા ચોતરફ દોડધામ

ખંભાળિયાના પેટ્રોપ પંપને કારણે વિકરાળ આગ ફાટી નીકળી દુકાનદારો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો Petrol Pump ના કુલ 4 કામદારોની ધરપકડ કરી છે Khambhalia petrol pump fire : રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ખંભાળિયા મિલન ચાર રસ્તા નજીક આવેલા...
ખંભાળિયાના પેટ્રોપ પંપમાં વિકરાળ આગ ફાટી નીકળતા ચોતરફ દોડધામ
  • ખંભાળિયાના પેટ્રોપ પંપને કારણે વિકરાળ આગ ફાટી નીકળી

  • દુકાનદારો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો

  • Petrol Pump ના કુલ 4 કામદારોની ધરપકડ કરી છે

Khambhalia petrol pump fire : રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ખંભાળિયા મિલન ચાર રસ્તા નજીક આવેલા પોરબંદર રોડ ઉપર આવેલા પેટ્રલ પંપમાં બની હતી. પેટ્રેલ પંપના કામદારોની બેદરકારીની કારણે જાહેર રસ્તા પર વિકરાળ આગ ફાટી નીકળી હતી. તેના કારણે ચોતરફ અફરા-તફરી મચી પડી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી. પરંતુ એક કાર અને બે બાઈક બળીને ખાખ થઈ ગયા છે.

Advertisement

ખંભાળિયાના પેટ્રોપ પંપને કારણે વિકરાળ આગ ફાટી નીકળી

મળતી માહિતી મુજબ ખંભાળિયા મિલન ચાર રસ્તા અને પોરબંદના મુખ્ય રોડ પર એક Petrol Pump માં મેન્ટેન્સનું કામ ચાલી રહ્યું હતું. તેના કારણે એક જ્વલનશીલ પ્રવાહીને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું હતું. જોકે આ તમામ ઘટના મોડી રાત્રે બની હતી. જ્યારે રસ્તા પર કોઈ વાહનવ્યવહાર કાર્યરત ન હતો. તો કામકાજ દરમિયાન સંજોગોવશાત રસ્તા પર ફેંકવામાં આવેલા જ્વલનશીલ પ્રવાહીમાં આગ ફાટી નીકળી હતી.

આ પણ વાંચો: બહેનની સગાઈ તૂટતા ભાઈને માઠું લાગ્યું, કર્યું એવું કૃત્ય થયો જેલ હવાલે

Advertisement

દુકાનદારો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો

તો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આગની નજીક આવેલી એક કાર અને બાઈકમાં ફણ આ આગ ફાટી નીકળી હતી. તો આ ઘટનાની જાણ Petrol Pump ના કામદારોએ અગ્નીશામક દળને કરી હતી. ત્યારે ઘટનાસ્થળ પર તુરંત પાણી છંટકાવ કરતી ગાડીઓ આવી પહોંચી હતી. અને તેમણ કાળજીપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનાને પગલે આજુબાજુ આવેલા દુકાનદારો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

Petrol Pumpના કુલ 4 કામદારોની ધરપકડ કરી છે

બીજી તરફ આ મામલે Petrol Pump અને કામદારો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અન્ય સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસકર્મીઓએ Petrol Pump ના કુલ 4 કામદારોની ધરપકડ કરી છે. તે ઉપરાંત Petrol Pump અને આરોપીઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસએ BNS ની કલમ હેઠળ 125, 110, 324(4),54 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Aravalli : સાબર ડેરીનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ HC નો મહત્ત્વનો આદેશ

Tags :
Advertisement

.