Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની કેમિકલ ફેક્ટ્રીમાં લાગી આગ, ઘટનામાં 7 કામદારોના મોત

સુરતમાં અગ્નિકાંડમાં 7 કામદારના મોત એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી મળ્યાં 6 મૃતદેહ લાપતા એક કામદારની હજુ શોધખોળ બ્લાસ્ટ સાથે આગથી 27 કામદાર દાઝ્યા હોસ્પિટલમાં દાખલ કર્મચારી ગંભીર હાલતમાં સચિન GIDCની કંપનીમાં લાગી હતી આગ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટથી આગ લાગી હતી ઘટના...
સુરતની કેમિકલ ફેક્ટ્રીમાં લાગી આગ  ઘટનામાં 7 કામદારોના મોત
  • સુરતમાં અગ્નિકાંડમાં 7 કામદારના મોત
  • એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી મળ્યાં 6 મૃતદેહ
  • લાપતા એક કામદારની હજુ શોધખોળ
  • બ્લાસ્ટ સાથે આગથી 27 કામદાર દાઝ્યા
  • હોસ્પિટલમાં દાખલ કર્મચારી ગંભીર હાલતમાં
  • સચિન GIDCની કંપનીમાં લાગી હતી આગ
  • સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટથી આગ લાગી હતી
  • ઘટના સમયે 150થી વધુ કામદાર હતા
  • બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ બાદ તપાસ

ગુજરાતના સુરતમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 7 કામદારોના મોત થયા છે જ્યારે 27 કામદારો  આ આગથી દાઝ્યા છે. જે કામદારો હાલમાં હોસ્પિટલમાં દાખલ છે તેઓ ગંભીર હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

ભીષણ આગથી 7 લોકોના મોત

સુરત શહેરમાં એકવાર ફરી આગની ઘટના બની છે જેણે સૌ કોઇનું ધ્યાન ખેચ્યું છે. સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ભીષણ આગ લાગવાના કારણે 7 લોકોના મોત થયા છે. જોકે, 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક મૃતદેહની હજું પણ શોધખોળ ચાલી રહી છે. મંગળવારે મોડી રાત્રે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 27 કામદારો દાઝ્યા હતા જ્યારે 7 કામદારો લાપતા થયા હતા.

Advertisement

6 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

સુરતના સચિન જીઆઇડીસી માં લાગેલી કેમિકલ કંપનીમાં આગમાં 7 લોકોના મોત થયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર અને એફએસએલની મદદથી 6 જેટલા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ એક મૃતદેહ શોધવા માટે તંત્ર કામ કરી રહ્યું છે. કાટમાળ વધુ હોવાથી સ્ટેબિલિટી રિપોર્ટ બાદ વધુ કામગીરી કરવામાં આવશે. જે 6 મૃતદેહો મળી આવ્યા છે તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

ઘટનામાં ઇજાગ્રસ્તોના નામ

1. ચિત્રંજન અર્જુન યાદવ(19)
2. કિશન કુમાર રામદેવ યાદવ(21)
3. લવકુશ રામ મિલન યાદવ(19)
4. મયુર હિંમત કંથારીયા(30)
5. સવર્ણ કુમાર રોશનલાલ પાસવાન(19)
6. ઉમાશંકર વિજયનાથ પાંડે(35)
7. વિકાસ રામ અવતાર ચૌહાણ(27)
8. વિજય લક્ષ્મણ સાહુ(50)
9. ઉત્તમ કુમાર રામલાલ(19)
10. મહંમદ ઉમર હકરજા અલી(19)
11. રમેશ રામજી શર્મા(45)
12. પ્રકાશ પંકજ ગૌતમ(27)
13. રાજુ હનુમાન સિંગ(42)
14. રાહુલ સંજય પાસવાન(27)
15. ઓમ પ્રકાશ શુશીલ યાદવ(23)
16. સર્વેશ કૌશલ યાદવ(24)
17. મણિલાલ યાદવ(22)
18. વિજય સિંગ(35)
19. રામ શુક્લા યાદવ(22)
20. ઉદય ભાનસિંગ(26)
21. ઉમાશંકર વિજયનાથ પાંડે(33)
22. શ્રવણ રોશનલાલ પાસવાન(19)
23. વિજય પ્રતાપ અજમેર સિંગ(35)
24. હરિ કીર્તન શ્યામ સુંદર પ્રસાદ(24)
25. પ્રમોદ મદારીલાલ ગૌતમ(40)
26. નરેન્દ્ર રઘુનંદન પાઠક(30)
27. આયુષ મહેશભાઈ સાપઘર(24)

ક્યારે બની આ ઘટના ?

સુરતના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારેખે જણાવ્યું હતું કે સચિન GIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ એક મોટી ટાંકીમાં રાખવામાં આવેલા જ્વલનશીલ કેમિકલના લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. તેમણે કહ્યું, "ઓછામાં ઓછા 24 કામદારો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે." તેમણે આગળ કહ્યું કે ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા કામદારો હતા તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો - આર.આર.કેબેલ ગ્રુપ પર તવાઈ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત 40 સ્થળે IT ના દરોડા

આ પણ વાંચો - મિત્ર હોય તો Sunil Gavaskar જેવો, મિત્રના એક જ ફોન પર પહોંચી ગયા નવસારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.