Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મા-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળક રમતા-રમતા પડ્યુ ઉકળતી ચાસણીમાં, હાલ વેન્ટીલેટર પર

અંકલેશ્વરના હાંસોર્ટમાં બે વર્ષનું બાળક રમતા-રમતા ઉકળતી ચાસણીના તપેલામાં પડી જવાની ઘટના સામે આવી છે. બાળકના માતા-પિતા ૧૫ થી ૨૦ દિવસ પહેલા જ અંકલેશ્વરના હાંસોર્ટમાં રોજીરોટી મેળવવા માટે આવ્યા હતા, અંકલેશ્વરના હાંસોટમાં આવ્યા બાદ પિતા દ્વારા બરફના ગોળાનો વ્યવસાય શરૂ...
મા બાપ  માટે ચેતવણીરૂપ કિસ્સો  બાળક રમતા રમતા પડ્યુ ઉકળતી ચાસણીમાં  હાલ વેન્ટીલેટર પર

અંકલેશ્વરના હાંસોર્ટમાં બે વર્ષનું બાળક રમતા-રમતા ઉકળતી ચાસણીના તપેલામાં પડી જવાની ઘટના સામે આવી છે. બાળકના માતા-પિતા ૧૫ થી ૨૦ દિવસ પહેલા જ અંકલેશ્વરના હાંસોર્ટમાં રોજીરોટી મેળવવા માટે આવ્યા હતા, અંકલેશ્વરના હાંસોટમાં આવ્યા બાદ પિતા દ્વારા બરફના ગોળાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો. બરફ ગોળામાં વપરાતા કલરને બનાવવા માટે ખાંડની ચાસણી તૈયાર કરવામાં આવી હતી.

Advertisement

ખાંડની ચાસણી તૈયાર કરીને માતા પિતા જમવા માટે બેઠા હતા તે દરમિયાન આ બે વર્ષનું બાળક રમતું રમતું ચાસણીના તપેલા પાસે પહોંચી ગયું હતું ચાસણીના તપેલા પાસે ઊભેલું આ બાળક ઉંધા માથે તપેલામાં ખાબક્યું હતું આ બાળકનો પીઠનો ભાગ ખાંડની ચાસણીમાં પડ્યો હતો અને ચાસણી ગરમ હોવાને કારણે બાળક દાઝી ગયું હતું બે દિવસ બાળકની પ્રાથમિક સારવાર હાસોટ ખાતે કરાવવામાં આવી હતી પરંતુ બાળકની તબિયતમાં સુધારો ન આવતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે.

અંકલેશ્વરના હાંસોટમાં આ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ આ બાળકની તબિયતમાં સુધારો ન થતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આ બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તુરંત જ એને સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલ આ બાળકની કન્ડિશન ક્રિટિકલ હોવાને કારણે તેને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યું છે તબીબો દ્વારા બાળકની તબિયત સુધરે એ માટેના તમામ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે બાળક 30 ટકાથી વધુ દાઝી ગયું છે અને તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ઉપર નીચે થઈ રહી છે એને લઈને હાલ ડોક્ટર પણ ચિંતામાં છે જોકે પણ માતા પિતાને એક સલાહ એવી આપી છે કે બાળક ઘરમાં રમતુ હોય કે ઘરની બહાર તેના પર સતત નજર રાખવી જોઇએ જેથી તેની સાથે આવી કોઇ ઘટના ન ઘટે .

Advertisement

Advertisement
Tags :
Advertisement

.