Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચમાં બહાર આવ્યો લવ જિહાદનો કિસ્સો,યુવકની ધરપકડ

અહેવાલ _ દિનેશ મકવાણા ,ભરુચ  ભરૂચ શહેરમાં વિધર્મી યુવકે પોતાનું નામ આરવ પરમાર તરીકે ધારણ કરી ઓફિસમાં કામ કરતી  યુવતી સાથે ખોટી ઓળખ આપી વારંવાર દુષ્કર્મ કરી પોતાનો ધર્મ અને નામ છુપાવી  યુવતી સાથે છેતરપિંડી કરનાર યુવક અને તેના માતા...
07:21 PM Jul 05, 2023 IST | Hiren Dave

અહેવાલ _ દિનેશ મકવાણા ,ભરુચ 

ભરૂચ શહેરમાં વિધર્મી યુવકે પોતાનું નામ આરવ પરમાર તરીકે ધારણ કરી ઓફિસમાં કામ કરતી  યુવતી સાથે ખોટી ઓળખ આપી વારંવાર દુષ્કર્મ કરી પોતાનો ધર્મ અને નામ છુપાવી  યુવતી સાથે છેતરપિંડી કરનાર યુવક અને તેના માતા પિતા તથા ઓફિસમાં યુવક સાથે પરિચય કરાવનારા ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ થતા મુખ્ય સૂત્રધાર અતિક સૈયદની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે

ભરૂચમાં એક સોસાયટીમાં રહેતી અ યુવતી ભરૂચના આરકે કાસ્ટા ફલશ્રુતિ નગરમાં આવેલ પીએફ કન્સલ્ટન્ટમાં નોકરીએ જતી હતી જ્યાં ઓફિસના ઓનર અને અન્ય ૨ લોકોએ ફરિયાદી  યુવતીનો આરવ પરમાર નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા કેળવાતા યુવક પણ જ હોવાનું યુવતીને જણાવી બંને જણાએ વડોદરા ખાતે મેરેજ રજીસ્ટર કરાવ્યા હતા અને ત્યારબાદ આરવ પરમાર હિન્દુ હોવાની ઓળખાણ આપી અનુસૂચિત જાતિની યુવતી સાથે વારંવાર ભરૂચ નજીકની એક હોટલ તથા અન્ય જગ્યાએ દુષ્કર્મ કરી તેણીનું શારીરિક શોષણ કર્યું હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા હતા અને ફરિયાદી આરવ પરમાર સાથે તેની ગાડીમાં બેસી હરવા ફરવા નીકળ્યા હતા તે દરમિયાન ગાડીમાંથી ફરિયાદીને મેરેજ સર્ટિફિકેટ હાથે લાગ્યું હતું જેમાં યુવકનું નામ આરવ પરમાર નહીં પરંતુ અતિક સૈયદ હોવાનું સામે આવતા યુવતીના હોસ ઉડી ગયા હતા અને તેણે તે જ સમયથી યુવક સાથે તમામ સંબંધો તોડી નાખવાનું નક્કી કર્યું હતું

પ્રેમ જાળમાં ફસાવી ખોટી રીતે લગ્ન કર્યા

ફરિયાદી સાથે વિધર્મી યુવકે દગો કર્યો હોય અને વિધર્મી હોવા છતાં યુવતીના ધર્મનો હોવાનું બતાવી પોતાનું નામ આરવ પરમાર સોશિયલ મીડિયા તથા અન્ય સ્થળે દર્શાવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ખોટી રીતે લગ્ન કર્યા હોવાનું ફલિત થયું હતું અને યુવકના માતા પિતાએ પણ યુવતીના ઘરે પહોંચી જણાવેલ કે તમારી છોકરીએ મારા છોકરા સાથે લગ્ન કરેલા છે અને મારા છોકરાએ હિંદુ સાથે લગ્ન કરી સાત જન્મનું પુણ્ય કમાયું છે એટલે તે હવે મુસ્લિમ છે તેને અમારા ઘરે મોકલી આપો એમ પણ તમે વણકર હલકી જાતિના છો તમારી છોકરી મુસ્લિમમાં આવશે તો ઊંચી જાતની બની જશે તેમ કહી જાતિ વિષયક પણ યુવતીને અપમાનિત કરી હોવાના આક્ષેપ ફરિયાદમાં કરાયા હતા અને યુવકના બનેવીએ પણ યુવતીને ફોન ઉપર કહ્યું હતું કે અતિક સાથે લગ્ન અલ્લાહની ઈચ્છાથી થયેલા છે અને તું ઇસ્લામના માર્ગ પર છે અને ઇસ્લામ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે અને અલ્લાહના બંદાઓએ જ તારા લગ્ન કરાવેલા છે તેમ કહી અતિક સૈયદ સાથે રહેવા જવા માટે ફોન ઉપર દબાણ કર્યું હોવાના આક્ષેપો પણ કર્યા હતા

અનુસૂચિત જાતિની યુવતીનું શોષણ કર્યું

 ફરિયાદી યુવતીએ તમામ સંબંધો કાપી નાખ્યા બાદ અતિક વારંવાર ફરિયાદીનો પીછો કરી સોશિયલ મીડિયા ઉપર તમામ ફોટોગ્રાફ્સ જાહેર કરી દેવાની ધમકી આપી તેમજ વિધર્મી યુવક અતિક સૈયદએ આપઘાત કરવાની પણ ધમકી આપવા સાથે વારંવાર આપઘાતના નાટકો કરી  યુવતીનું શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે તેમજ અનુસૂચિત જાતિની યુવતીને ખોટી ઓળખ આપી મેરેજ રજીસ્ટર કરાવ્યું હોવાના પ્રકરણમાં આખરે યુવતીએ યુવક સામે બળાત્કાર એટ્રોસિટી સાથે અતિક સૈયદ સાથે આરવ પરમાર તરીકે ઓળખ કરાવનાર ઓફિસના ઓનર સહિત સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે વીધર્મી યુવકે જેણે પોતે આરવ પરમાર તરીકે ઓળખ આપી વારંવાર યુવતી ઉપર દુષ્કર્મ કર્યું હોવાના મુખ્ય સૂત્રધાર અતિક સૈયદની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે તેનો મોબાઇલ કબજે કરી કોર્ટમાં રજૂ કરી સબજેલમાં ધકેલી દેવામાં આવ્યો છે જ્યારે આ ગુનામાં હજુ યુવકના માતા-પિતા તથા ઓફિસના માલિક સહિત અન્ય ૨ મળી અન્ય લોકો વોન્ટેડ હોવાનું ફલિત કરી ધરપકાના ચક્રો ગતિમાન કર્યા છે

વિધર્મી યુવક મંદિરમાં દર્શન પણ કરી ફોટા સોશિયલ મીડિયા વાયરલ 

અતિક સૈયદ વિધર્મી હોવા છતાં હિન્દુ તરીકે આરવ પરમાર નામ ધારણ કરી હિન્દુ ધર્મ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તરીકે જ  યુવતીને ટાર્ગેટ કર્યો હતો અતિક સૈયદ વિધર્મી હોવા છતાં હિન્દુ ધર્મ અપનાવતો હોવાના સીન સપાટા મંદિરે પહોંચીને કરતો હતો માથે તિલક હાથમાં દોરા અને કપાળ ઉપર ચંદન સાથે ઓમ નમઃ શિવાયનું તિલક કરી ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકી હિન્દુ હોવાનું ફલિત કરતો હતો પરંતુ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે

વીધર્મી યુવકે  યુવતીનું શારીરિક શોષણનો મામલો..

વીધર્મી યુવક કે જે ભરૂચના સ્ટેશન નજીક નરસિંહપુરા વિસ્તારમાં રહેતો અતિક સૈયદ  યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવા માટે પોતાનું નામ હિન્દુ તરીકે આરવ પરમાર આપી ખોટી રીતે મેરેજ કર્યા હતા જેમાં આખરે આરોપી અતિક સૈયદની ભરૂચ પોલીસે ધરપકડ કરી લીધી છે અને વીધર્મી યુવક અતિક સૈયદ પોતે આરવ પરમારની ઓળખ facebook ઉપર આપી અનુસૂચિત જાતિની યુવતીનું શોષણ કર્યું હોય તે મુદ્દે ગુનો દાખલ થતા તેને હાલ સબ જેલમાં ઉતારવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે

વીધર્મી યુવક પાસેથી મોબાઇલ અને મેરેજ સર્ટિફિકેટ સહિત મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે

અતિક સૈયદ કે જેણે હિન્દુ તરીકે આરવ પરમાર નામ ધારણ કરી  યુવતીનું શારીરિક શોષણ કરી યુવતીને ગેરમાર્ગે દોરી શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપમાં ઝડપાયેલા અતિક સૈયદ પાસેથી તેનો મોબાઇલ મેરેજ સર્ટિફિકેટ સહિત મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હોય અને સાથે તેનું મેડિકલ પરીક્ષણ કરાયું હોય તેવી માહિતી મળી રહી છે

 યુવતીને પામવા યુવકે મેરેજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું 

અનુસૂચિત જાતિની યુવતીને યુવક વીધર્મી હોવાનું મેરેજ સર્ટિફિકેટ ઉપરથી માલુમ પડતા તેણે સંબંધ રાખવાનું ટાળ્યું હતું પરંતુ વિધર્મી યુવકે  યુવતીને પામવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અંતે યુવતીને બદનામ કરવા માટે મેરેજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યું હતું જેના પગલે આખરે  યુવતીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે યુવક તથા તેના માતા પિતા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી

વિધર્મી યુવકને સહકાર આપનારા ઓફિસના ઓનર તથા સ્ટાફના માણસો સહિત માતા-પિતા વોન્ટેડ
સમગ્ર પ્રકરણમાં અતિક સૈયદ વીધર્મી હોવા છતાં હિન્દુ તરીકે આરવ પરમાર તરીકેનું નામ ધારણ કરી  યુવતી સાથે છેતરપિંડી કરનાર ઓફિસના ઓનર તથા ઓફિસમાં કામ કરતા બે તથા માતા પિતા સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાતા હાલ પોલીસથી વોન્ટેડ છે અને પોલીસે પણ તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી સાંપડી રહી છે

હિન્દુ યુવતીને પામવા અતિક સૈયદે પથી ૭ વાર આપઘાતનું નાટક કરી ચૂક્યો છે..?
અતિક સૈયદ વીધર્મી હોય અને તેણે ખોટી રીતે હિન્દુ તરીકે આરવ પરમારની ઓળખ આપી  યુવતીને ફસાવી હોવાનું સામે આવતા યુવતીએ સંબંધ રાખવાનું ના કહેતા જ યુવતીને પામવા માટે અતિક સૈયદ ૨ મહિનામાં જ પાંચ થી સાત વાર આપઘાત કરવાનું નાટક કર્યું હોય અને રેલ્વે ટ્રેન નીચે આપઘાત કરવા માટે પહોંચ્યો હોવાનો વિડિયો પણ સામે આવ્યો હતો. જોકે અંતે વીધર્મી યુવક પોલીસના હાથે લાગી જતા જેલ ભેગો થયો છે

હિન્દુ તરીકે પરિચય કરાવનાર ઓફિસના ઓનરે યુવતીને લગ્ન બાદ લંડન મોકલવાનું સપનું બતાવ્યું હોવાના ફરિયાદમાં  આક્ષેપ

યુવતી જે ઓફિસમાં નોકરી કરતી હતી ત્યાંના ઓનર મઝહરખાને યુવતીને કહેલ કે આરવ પરમાર હિન્દુ છે અને તેની સાથે લગ્ન કરી લે તારા માતા પિતા પણ માની જશે અને તમે બંને લગ્ન કરી લો હું તમો બંનેને લંડન મોકલી આપીશ અને આરવ (અતિકે) ફરિયાદીને લગ્ન કરી લેવા સમજાવતા ફરીયાદીએ યુવક હિન્દુ હોવાનું જાણી પ્રેમ લાગણીવશ થઈને તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી અને લગ્ન બાદ તે વિધર્મી હોવાનું સામે આવતા તેણીએ તમામ સંબંધો કાપી નાખ્યા હતા

આપણ  વાંચો -ફૂલોની ખેતી કેવી રીતે કરીએ તો વધુ પાક મળે? નેધરલેન્ડના નિષ્ણાતે સુરતના ખેડૂતોની લીધી મુલાકાત

 

Tags :
Bharuchheathen youthlove jihadlove trap for a girlScheduled CasteSocial MediaYouth arrested
Next Article