Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં બેંકના કેશિયરે ભૂલથી 1 લાખની જગ્યાએ 2 લાખ આપ્યા, પછી જે થયું તે બન્યું પ્રણામિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

Bank Cashier : એક સમય હતો જ્યારે પ્રામાણિક (honest people) લોકો તમને આસાનીથી જોવા મળી જતા હતા પણ આજનો સમય બદલાઈ ગયો છે. આજે લોકો મફતનું મળે તો છોડતા જ નથી. ગોંડલ (Gondal) માં 23 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા...
ગોંડલમાં બેંકના કેશિયરે ભૂલથી 1 લાખની જગ્યાએ 2 લાખ આપ્યા  પછી જે થયું તે બન્યું પ્રણામિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

Bank Cashier : એક સમય હતો જ્યારે પ્રામાણિક (honest people) લોકો તમને આસાનીથી જોવા મળી જતા હતા પણ આજનો સમય બદલાઈ ગયો છે. આજે લોકો મફતનું મળે તો છોડતા જ નથી. ગોંડલ (Gondal) માં 23 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બાળકોને શિક્ષણ સાથે પ્રામાણિકતા, સેવાના પાઠ ભણાવતા અશોકભાઈ શેખડા (Ashokbhai Shekhda) એ પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ (great example) પુરૂં પાડ્યું છે.

Advertisement

પ્રામાણિક, સેવાભાવી, રાષ્ટ્રવાદી, જેલચોક પટેલ વાડીના ખજાનચી, શિક્ષક સરફી મંડળીના મહામંત્રી, શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને ગોંડલમાં સારા માણસનું નિર્માણ કરતી કુમાર શાળા નં-5 (અ) ગોંડલમાં 23 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બાળકોને શિક્ષણ સાથે પ્રામાણિકતા, સેવાના પાઠ ભણાવતા અશોકભાઈ શેખડા આજે ગોંડલની કૈલાશબાગ 7 માં આવેલી પંજાબ નેશનલ બેંકમાં પૈસા ઉપડવા ગયેલા હતા. ત્યારે અશોકભાઈએ 1 લાખ 2 હજારનો ચેક કેશિયરને આપ્યો હતો. કેશિયારે પૈસા આપ્યા તે સીધા થેલીમાં મૂકી પોતાના બજારના કામકાજ પતાવી જેને પૈસા આપવાના હતા, ત્યાં ગયા એ ભાઈને 1 લાખ 2 હજાર આપી દીધા. પરંતુ થેલામાં જોયું તો હજુ 1 લાખ બધું પડ્યા હતા. તે જોઈને અશોકભાઈને વિચાર આવ્યો કે આ પૈસા ક્યાંથી આવ્યા હશે ? મારા તો આ પૈસા નથી. એટલે જેના પણ હોય તેના માલિકને પૈસા મળી જાય તે માટે પ્રયત્ન ચાલુ કર્યા. જ્યાં જ્યાં ગયા હતા તે બધાને પૂછ્યું કે તેમે ભૂલથી મારા થેલામાં પૈસા મુકાય ગયા નથી ને ?

બધાએ ના પાડી એટલે અશોકભાઈ શેખડા સતત વિચારમાં પડી ગયા કે આ પૈસા કોના હશે ? 1 લાખ રૂપિયા નાની રકમ ના કહેવાય. 1 લાખ રોકડા લઈને છેલ્લે વિચાર આવ્યો કે જે બેન્કમાંથી પૈસા ઉપડ્યા છે, ત્યાં કેશિયારની ભૂલથી મને વધુ નથી આપ્યા ને ? તરત બેન્કે જઈને કેશિયરને કહ્યું કે, તમારો રોકડ વહીવટ ચેક કરો અને તમારે કેશ રકમમાં કઈ વધઘટ હોય તો કહો અને શંકા છે કે તમારાથી કઈંક ભૂલ થઈ છે. એટલે પીએનબીના કેશિયર પરાગભાઈ પીઠીયાએ હિસાબ ચેક કરીને કહ્યું કે 1 લાખ રૂપિયાની ઘટ છે ત્યારે અશોકભાઈ શેખડાને હાશકારો થયો અને થેલામાં રહેલ રૂ. 1 લાખ રોકડ બેન્કના કેશિયરને પરત આપ્યા. આચાર્ય તરીકે બાળકોને સંસ્કાર અને પ્રામાણિકતાના પાઠ ભણાવતા અને પટેલ વાડીના ખજાનચી તથા શિક્ષક સરાફી મંડળીના મહામંત્રી આ હોદામાં પૈસાના હિસાબની પ્રામાણિકતાનું ખૂબ જ મહત્વ હોય છે જે હોદ્દાની ગરિમાને શોભે એવી પ્રામાણિકતા અશોકભાઈએ દર્શાવી છે. બેંકના સમગ્ર સ્ટાફે આ પ્રામાણિકતા માટે અશોકભાઈ શેખડાનો હૃદયથી આભાર માન્યો હતો.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - ડો. મનસુખભાઇ માંડવીયાનું ગોંડલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત, વાંચો અહેવાલ

Advertisement

આ પણ વાંચો - Mansukh Mandaviya in Rajkot : વીરપુરમાં જલારામ બાપાના દર્શન, કાગવડથી ગોંડલ પગપાળા યાત્રા

આ પણ વાંચો - ગોંડલ તાલુકાનો “નારી શક્તિ વંદના” કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને યોજાયો

Tags :
Advertisement

.