Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બ્લેક મેલિંગ કરતા 8 ઈસમોની ધરપકડ

આ લોકો એ વડોદરા શહેર ના 500 લોકો નું ગ્રૂપ બનાવ્યું હતું અને જેમાં અન્ય ધર્મના યુવાન સાથે યુવતી ફરતી હોય તો તેના પર નજર રાખતા હતા અને ત્યાર બાદ યુવક યુવતીનો વીડિયો બનાવી ગ્રૂ માં વાયરલ કરતા હતા. આ...
કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બ્લેક મેલિંગ કરતા 8 ઈસમોની ધરપકડ

આ લોકો એ વડોદરા શહેર ના 500 લોકો નું ગ્રૂપ બનાવ્યું હતું અને જેમાં અન્ય ધર્મના યુવાન સાથે યુવતી ફરતી હોય તો તેના પર નજર રાખતા હતા અને ત્યાર બાદ યુવક યુવતીનો વીડિયો બનાવી ગ્રૂ માં વાયરલ કરતા હતા. આ લોકો યુવતીના માતા પિતાને પણ બ્લેક મેલ કરતા હતા અને યુવતીની સગાઈ પણ તોડી નખવાતા હતા. આ લોકોએ હુસેની આર્મીના નામે પહેલું ગ્રૂપ બનાવ્યું ત્યાર બાદ આર્મી ઓફ મહેંદી ગ્રૂપ બનાવ્યું બાદમાં લશ્કરે આલમ આમ આ લોકો થોડા થોડા સમય ગાળાના અંતરે ગ્રૂપના સભ્યો રિમુવ કરી નવું ગ્રૂપ બનાવતા હતા. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં ગ્રુપના અલગ અલગ 73 લોકોની પૂછપરછ કરવામાં આવી છે જેમાં 8 લોકોની ધરપકડ પણ કરી છે.

Advertisement

આ આરોપી મૂળ કોમી એકતા તૂટે એવા પ્રયાસો કરતા હતા અને મોબ લિચિંગની ઘટનાને પણ અંજામ હતા સમગ્ર મામલે ગોત્રી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો અને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જ્યારે તપાસમાં સાથે સાયબર ક્રાઈમની ટિમ પણ આમાં જોડાઈ છે. અનેક જિલ્લામાં પણ આવા ગ્રૂપ છે જેમાં ત્યાંના મેમ્બર સાથે અહીંના મેમ્બર સંપર્કમાં રહે છે.

આણંદ, રાજકોટ, ખેડા સહિત અનેક જિલ્લામાં આ પ્રકારના ગ્રૂપ એક્ટિવ છે. આ ગ્રૂપમાં યુવાન સાથે મારામારી કરી વીડિયો બધા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હતા. વાયરલ વીડિયો સાથે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ પણ લખતા હતા.આ ગ્રૂપ રીલીજીયસ નામ છે જ્યારે ગ્રૂપમાં લારિધારક, ફલુદા, એસી ફ્રીજ મિકેનિક વાળા લોકો સામેલ છે. જયારે પોલીસ દ્વારા આ ગ્રૂપને કોણ મદદ કરતું હતું તે અંગે તપાસ ચાલુ છે. આ લોકો કોમમાં હીરો બનવા માટે આવું કામ કરતા હતા.

Advertisement

પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 3 ગ્રૂપ મળ્યા છે જેમાં 8 લોકોના મોબાઈલ જપ્ત કર્યા છે. મોબાઈલ ચેટિંગ પર પણ પોલીસે તપાસ કરી છે. બધી એજન્સી સાથે પોલીસ સંપર્કમાં છે. બધી એજન્સીઓને પોલીસ માહિતી આપી રહી છે અને વિકટીમને શોધવાની કામગીરી હાલ ચાલુ છે. અમદાવાદનો આવો જ વીડિયો સામે આવ્યો હતો જેથી અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ લોકો ડરના કારણે આગળ નથી આવી રહ્યા. આ ગ્રૂપના યુવાનોના કારણે એક લઘુમતી કોમની યુવતીના માતાપિતા એ આપઘાતની કોશિશ પણ કરી હતી. પોલીસ યુવતીના માતા પિતાને ફરિયાદ કરવા માટે તૈયાર કરી રહી છે.

અહેવાલ : અલ્પેશ સુથાર, વડોદરા

Advertisement

આ પણ વાંચો : Gandhinagar : રીલ્સના શોખીન પોલીસ કર્મચારીઓ પર તવાઈ, 4 PSI અને 13 કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ

Tags :
Advertisement

.