Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં અમૂલની છાશ અને દહીં પીવાથી 600 લોકોને થયું ફૂડ પોઈઝન

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ કચ્છમાં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં દહીં અને છાશ થકી જ અંદાજીત 600 લોકોને ડાયેરિયા થયા છે. મળતી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી હોવાના કારણે ગાંધીધામ...
કચ્છમાં અમૂલની છાશ અને દહીં પીવાથી 600 લોકોને થયું ફૂડ પોઈઝન

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ

Advertisement

કચ્છમાં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં દહીં અને છાશ થકી જ અંદાજીત 600 લોકોને ડાયેરિયા થયા છે. મળતી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી હોવાના કારણે ગાંધીધામ તાલુકામાં છાશ, દહીં સપ્લાય કરાયેલી દૂધની બનાવટને પરત ખેંચી લેવાઈ છે. વળી ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું છે.

આરોગ્ય વિભાગે જૂની છાશ, દૂધ રાખનાર સામે કાર્યવાહી કરશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. દૂધની બનાવટોમાં મોટાપાયે ફૂડ પોઈઝનિંગની આશંકા હોય છે. જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા દૂધની બનાવટ બનાવનાર કંપનીએ બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ભુજની ક્ચ્છ જિલ્લા પંચાયતની કેન્ટીનનું ચેકિંગ કર્યું હતું. જ્યા તપાસતા સામે આવ્યું કે તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. ક્ચ્છ સરહદ ડેરીના જવાબદારોનું હજુ પણ મૌન જોવા મળી રહ્યું છે. આ અંગે ખુદ જિલ્લા રોગચાળા અધિકારી જિતેશ ખોરાસિયાએ સમર્થન આપ્યું હતું. તેમણે પણ દરેક દુકાનોમાં જ્યાં અમૂલનું વેચાણ થાય છે તે જગ્યાએ ચેકિંગ કર્યું હતું. બીજી તરફ ઇચાર્જ ડી.ડી.ઓ મિતેશ પંડ્યાએ પણ એક દિવસ અમૂલની છાસ, દહીં કચ્છમાં ન પીવા માટે જણાવ્યું હતું.

Advertisement

હાલમાં કચ્છના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લામાંથી 18 નમૂના જુદા જુદા સ્થળોએથી લઈને વડોદરા સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. સમગ્ર મામલે ક્ચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજી હૂંબલ મૌન સેવી રહ્યા છે તેમજ ટેલિફોનિક સંપર્ક પણ થઈ શક્યો નથી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજયના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ટ્વીટ કરીને અમૂલના જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપીને રજૂઆત કરી છે.

આ પણ વાંચો - Surat : શહેરમાં વકરી રહેલો પાણીજન્ય રોગચાળો, અત્યાર સુધીમાં 30 ના સરકારી ચોપડે મોત

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.