Amul Milk : હવે અમેરિકામાં 'અમૂલ ' દૂધ વેચાશે ! કંપનીએ કહી આ વાત
Amul Milk : ગુજરાતની વિખ્યાત બ્રાન્ડ અમૂલનું દૂથ Amul અમેરિકામાં પણ લોકો મજા લઈને પીશે. આ સાથે જ અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નવો ઈતિહાસ પણ રચી નાખ્યો છે. અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી છે. ભારતમાં રોજ લાખો લીટર તાજા દૂધને સપ્લાય કરનાર અમૂલ Amulબ્રાન્ડ હવે અમેરિકામાં પણ પોતાનો જલવો દેખાડશે. અમૂલ બ્રાન્ડ અહીં ફ્રેશ મિલ્ક સેગમેન્ટમાં કામ કરશે.
108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ
અમેરિકામાં અમૂલ Amul બ્રાન્ડનું દૂધ વેચવા માટે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ અમેરિકાની 108 વરષ જૂની ડેરી 'મિશિગન મિલ્ક પ્રોડ્યૂસર્સ એસોસિએશન' સાથે ડીલ કરી છે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડાઈરેક્ટર જયેન મહેતાએ (Jayen Mehta ) કો ઓપરેટિવની એન્યૂઅલ મિટીંગમાં (Co-Operative Milk Marketing Federation ) જાહેરાત કરી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમૂલ બ્રાન્ડની ફ્રેશ મિલ્કની રેન્જને ભારત બહાર અમેરિકા જેવા માર્કેટમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે.
#WATCH | Anand, Gujarat: Month after Prime Minister Narendra Modi asked Amul to emerge as the world's largest dairy. Now, Amul plans to launch fresh milk products in the United States.
Gujarat Co-operative Milk Marketing Federation's Managing Director Jayen Mehta says, "I am… pic.twitter.com/jJYViW7Ane
— ANI (@ANI) March 23, 2024
આટલા પેકેજિંગમાં મળશે અમૂલ મિલ્ક
અમૂલ મિલ્કને અમેરિકામાં એક ગેલન (3.8 લીટર) અને અડધા ગેલન (1.9 લીટર)ના પેકમાં વેચશે. અમેરિકામાં 6%ફેટવાળું અમૂલ ગોલ્ડ બ્રાન્ડ, 4.5% ફેટવાળું અમૂલ શક્તિ બ્રાન્ડ, 3% ફેટવાળું અમૂલ તાજા અને 2% ફેટવાળું અમૂલ સ્લિમ બ્રાન્ડ જ સેલ કરવામાં આવશે. આ બ્રાન્ડ્સને હાલ ઈસ્ટ કોસ્ટ અને મિડ વેસ્ટ માર્કેટમાં વેચવામાં આવશે.
ભારતમાં અમૂલ દૂધની કિંમત
ભારતમાં અમૂલ તાઝા 500 મિલી રૂ. 27, 180 મિલી રૂ. 10, એક લીટર રૂ. 54, 2 લીટર રૂ. 108 અને 6 લીટર રૂ. 324ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે અમૂલ ગોલ્ડના એક લિટરની કિંમત 66 રૂપિયા છે, 500 mlની કિંમત 33 રૂપિયા છે, અમૂલ ગોલ્ડ 6 લિટરની કિંમત 396 રૂપિયા છે. એ જ રીતે, Amul Cow Milk 500 મિલી દૂધની કિંમત 28 રૂપિયા અને 1 લિટરની કિંમત 56 રૂપિયા છે. જ્યારે અમૂલ A2 ભેંસના દૂધ 500 ml થી 6 લિટરની કિંમત 35 થી 420 રૂપિયા સુધીની છે.
આ પણ વાંચો - Credit Card ધારકોને મોટી રાહત, જાણો RBIના નવા નિયમો
આ પણ વાંચો - Gold Rate Today : સોનાના ભાવમાં તેજી,જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો