Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal શહેર અને પંથકમાં 6 ઇંચ વરસાદ; જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો, જુઓ તસવીરો

આજ બપોર સુધીમાં બપોર સુધી 6 ઇંચ વરસાદ નોંધાયો દરવાજા ખોલતા હડમતાળા, કોલીથડ અને ગરનાળા ગામને એલર્ટ લીલાખા પાસે ભાદર ડેમમાં પાણી ની સપાટી 25.20 ફૂટે પહોંચી Gondal: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં...
gondal શહેર અને પંથકમાં 6 ઇંચ વરસાદ  જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો  જુઓ તસવીરો
  1. આજ બપોર સુધીમાં બપોર સુધી 6 ઇંચ વરસાદ નોંધાયો
  2. દરવાજા ખોલતા હડમતાળા, કોલીથડ અને ગરનાળા ગામને એલર્ટ
  3. લીલાખા પાસે ભાદર ડેમમાં પાણી ની સપાટી 25.20 ફૂટે પહોંચી

Gondal: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોડીરાત્રથી ગોંડલ (Gondal)માં વરસાદ શરૂ થયો હતો. ગોંડલ (Gondal)માં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વરસવાનું શરુ કરી દેતા મંગળવારની બપોર સુધી 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગત રાત્રી દરમિયાન ભારે પવન સાથે વરસાદ થયો હતો, જેથી વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોંડલનો જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થવા પામ્યો હતો. લીલાખા પાસે ભાદર ડેમમાં પાણી ની સપાટી 25.20 ફૂટે પહોંચી હતી. એટલું જ નહીં પરંતુ હજુ પણ પાણીની આવક ચાલુ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા

નોંધનીય છે કે, ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે. તે ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતાજ ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ડેમમાં પાણીની સપાટી 25.20 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ ડેમમાં 53098 ક્યુસેક પાણીની આવક છે. આ સાથે સાથે ભાદર ડેમની ઉંડાઇનુ લેવલ 34 ફૂટ છે.

Advertisement

ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

ગોંડલ શહેરમાં સતત 3 દિવસથી અવિરત મેઘસવારી વરસી રહી છે. સોમવારની રાત્રીના 8 થી મંગલવારને વહેલી સવાર 8 સુધી 6 ઈંચ જેટલો વરસાદ વર્ષયો હતો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને ગોંડલનો જીવાદોરી સમાન વેરીતળાવ ઓવરફ્લો થવા પામ્યો છે. 75 દરવાજા ધરાવતો વેરી તળાવ હાલ 2 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. વેરી તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણી આવક થતા મોટાભાગના દરવાજા ખુલી જવા પામ્યા હતા. ગોંડલ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેરી તળાવમાં હાલ 9600 ક્યુસેક પાણીની સામે તેટલી જાવક નોંધાઈ હતી.

Advertisement

પુલ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો

ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર આવેલ વેરી તળાવ ઓવરફ્લો થતા સેતુબંધ ડેમ, આશાપુરા ડેમ, ગોંડલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ગોંડલ BAPS અક્ષર મંદિર પાછળ આવેલ ગોંડલી નદીના કિનારે અક્ષર ઘાટ અડધો પાણી ડૂબી જવા પામ્યો હતો. વેરીતળાવ પાસે આવેલ પુલ પર પાણી ફરી વળતા ગોંડલ - અમરેલી - ભાવનગર - બગસરા ગામો માટે ભારે વાહનો માટે પુલ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલ મોતીસર ડેમ ઓવરફ્લો

રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગોંડલ શહેર અને પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલ મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. મોતીસર ડેમ ના સિંચાઈ કર્મચારી આરીફભાઈએ વધુ માં જણાવ્યું હતું કે મોતીસર ડેમના 3 દરવાજા 40 ડીગ્રી ખોલ્યા છે. દરવાજા ખોલતા જ હડમતાળા, કોલીથડ અને ગરનાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મોતી સર ડેમમાં 2240 ક્યુસેક પાણી ની આવક સામે એટલી જ જાવક જોવા મળી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Rajkot: શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ; લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી, ડેમ થયા ઓવરફ્લો

આ પણ વાંચો: Heavy Rains in Gujarat: ગુજરાત માટે આગામી ત્રણ કલાક રહેશે ‘અતિ’ ભારે, નાવકાસ્ટની આગાહી

આ પણ વાંચો: AMC દ્વારા જાહેર જનતા માટે સુરક્ષાને લઈને જાહેરાત, ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચન

Tags :
Advertisement

.