Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો, ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું

Nadiad: નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે. ત્યારે આજે બુધવારે મહાસુદ પૂનમ (માઘી પૂનમ)ની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે.
nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો  ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું
Advertisement
  1. 500 કીલો કોપરું અને 3 હજાર કીલો સાકરની ઉછામણી કરાઈ
  2. ભક્તોએ 'જય મહારાજ' ના નાદ સાથે આ પ્રસાદ રૂપી સાકર-કોપરાને ઝીલી
  3. સંતરામ મંદિર નડિયાદમાં પરંપરાગતરીતે મહા સુદ પૂનમની ઉજવણી

Nadiad: નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે. ત્યારે કાલે બુધવારે મહાસુદ પૂનમ (માઘી પૂનમ)ની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે. નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મા સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. પરંપરાગત રીતે ઓમ નાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી હતી. સાંજે 6.50ના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત 10 મિનિટ સુધી 500 કિલો કોપરૂ અને 3 હજાર કિલો સાકરની ઉછામણી કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો: Surat : પાટીદાર PSI ઉર્વિશા મેંદપરાની સમાજનાં યુવાનોને ટકોર, કહ્યું- શું કામ અળવે રસ્તે જાઓ છો..!

Advertisement

સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રધ્ધાળુઓની ભીડ જામતી જોવા મળી હતી. તાપમાં પણ લોકો 'જય મહારાજ'ની ધૂન કરી, દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતાં જોવા મળ્યા હતાં. સાકરવર્ષાનો સમય સાંજે હતો. જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતાં મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી.

Advertisement

આ પણ વાંચો: મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે Mahakumbh માં લગાવી આસ્થાની ડૂબકી

6.48 કલાકે વર્ષમાં એકજવાર થતી આરતીના દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો

સાકર કોપરાના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસર પડાપડી થઈ હતી. મંદિર પરિસરમાં સ્વયંમ સેવકો દ્વારા ઠેરઠેર નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા અને ભક્તો આ પ્રસાદીને ઝીલી હતી. સાકરવર્ષા પૂર્ણ થયા બાદ પણ ભક્તોએ મંદિર પરિસરમાં સાકર વીણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી. 2 કલાક મંદિર પરિસરનો માહોલ અલૌકિક બની ગયો હતો.

અહેવાલઃ કિશન રાઠોડ, નડિયાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

Trending News

.

×