Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યાત્રાધામ અંબાજીમાં આવેલી હોટલમાં ચાલતું હતું જુગારધામ, 13.99 લાખના મુદ્દામાલ સાથે 19 ઝડપાયા

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી શ્રાવણ માસમાં જુગાર રમવાની અને જુગારીઓ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ બનાસકાંઠા એલસીબી પોલીસે અંબાજીની હોટલમાંથી જુગાર રમતા લોકોને પકડ્યા છે. આરોપીઓ અંબાજી ટાઉન માં આવેલી રાજમંદિર...
યાત્રાધામ અંબાજીમાં આવેલી હોટલમાં ચાલતું હતું જુગારધામ  13 99 લાખના મુદ્દામાલ સાથે 19 ઝડપાયા

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

શ્રાવણ માસમાં જુગાર રમવાની અને જુગારીઓ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ બનાસકાંઠા એલસીબી પોલીસે અંબાજીની હોટલમાંથી જુગાર રમતા લોકોને પકડ્યા છે.

આરોપીઓ

અંબાજી ટાઉન માં આવેલી રાજમંદિર હોટલમાં ત્રીજા માળે રેડ કરતા આરોપીઓ મિતેશભાઇ ઠક્કર, મુરલીધર કાલેર, જગુભા રાઠોડ, અતુલભાઇ ઠક્કર, રાહુલભાઈ લુહાર, ગૌતમભાઈ રાજગોર, ભરતભાઈ માળી, રસિકભાઈ લુહાર, આનંદભાઈ સોની, મહિપતસિંહ રાઠોડ, અંકિતગીરી ગોસ્વામી, આનંદભાઈ સોની, રમેશભાઈ માળી, સાગરભાઇ ઠક્કર, વિશાલસિહ રાઠોડ, રાહીલ ઘાંચી, કનુભા દરબાર, અરવિંદભાઈ માળી, ઇન્દુભા સોલંકીને ઝડપી લીધા હતા.

Advertisement

કોઈન વડે જુગાર રમતા

હોટલના ત્રીજા માળે આ શખ્સો કોઈન વડે જુગાર રમતા રોકડા રૂ. 1,21,500 સહિત રૂ. 13,99,300 ના માલમુદ્દા સાથે ઝડપી પાડતી ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. હોટલના મેનેજરે જુગાર રમવા માટે ટેબલ આપ્યું હતું અને અન્ય સાધન સામગ્રી આપી હતી એટલે તેની પણ ઘરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : સુપર માર્કેટના વેપારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.